News: યુનિટ ૧૩ માં આવતા જાયન્સ ગ્રુપ માધાપર તથા જાયન્ટ્સ ગ્રુપ ગઢસીસા ની યુનિટકાઉન્સિલ મીટીંગ યુનિટ ડાયરેકટર એડ.રાજેશભાઇ ભટ્ટ ના અઘ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ગઢસીસા ગ્રુપના પ્રમુખ કલ્પેશભાઈ તથા માધાપર ગ્રુપના પ્રમુખ મીતાબેન સોલંકી માધાપર ગ્રુપના પાસ્ટ પ્રમુખ ભગીરથી રાણા માધાપર ગ્રુપના પાસ્ટ પ્રમુખ હરીશભાઈ હનસોરા તેમજ ગ્રુપના ઉપપ્રમુખ પરેશ સોલંકી રાજુલાબેન કારાણી તથા ગ્રુપના ડાયરેક્ટરો તથા મેમ્બરો ઉપસ્થિત રહ્યા સૌપ્રથમ એડ.રાજેશભાઇ ભટ્ટ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ યુનિટ ડાયરેક્ટ રાજેશભાઈ ભટ્ટનુ માધાપર ગ્રુપના પ્રમુખ મીતાબેન સોલંકીએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમજ ગઢસીસા ગ્રુપના પ્રમુખ કલ્પેશભાઈ નું સ્વાગત ગ્રુપના ફાઉન્ડર અને પાસ્ટ પ્રમુખ ભગીરથસિંહ રાણાએ કર્યું હતું
News : ત્યારબાદ હરીશભાઈ હંસોરા એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને વયોવૃદ્ધ હોવા છતા ઉત્સાહ ભેર ગ્રુપ ને સહયોગી બનવા બદલ પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી હરીશ ભાઈ હંસોરા નું યુનિટ ડાયરેકટર રાજેશભાઇ ભટ્ટે સન્માન કરેલ જાયન્ટસ ગ્રુપ ગઢસિસા ના પ્રમુખ શ્રી કલ્પેભાઈ એ તેમના ગ્રુપ ના સેવાકીય પોગ્રામ ની માહિતી આપેલ જાયન્ટ સ ગ્રુપ ઓફ માધાપર ના પ્રમુખ શ્રી મીતાબેન સોલંકી એ તેમના ગ્રુપ માં નવા સભ્યોની માહિતી આપેલ અને સેવાકીય પ્રવૃતિઓ અંગે જણાવેલ ભગીરથસિંહ રાણા સહિત ના ગ્રુપ ના હોદેદારોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
News : અધક્ષ સ્થાને થી યુનિટ ડાયરેકટર એડ.રાજેશભાઇ ભટ્ટે પરહિત કાજે નિસ્વાર્થ ભાવે સેવા એજ ધર્મ છે અને સેવા થી થતા આધ્યાત્મિક સુખ અંગે સમજ આપી વધુ અને વધુ જરૂરિયાત મુજબ સમાજ સેવા કરી જાયન્ટસ્ વાદ નો ફેલાવો કરવા આહવાન કરેલ હતું અને બંને ગ્રુપ પ્રમુખોને સારા કાર્યો કરવા બદલ અભિનંદન આપ્યા હતા તેમજ ફેડરેશન પ્રમુખ શ્રીમાન શાંતિલાલ પટેલ સહિત ના પદાધિકારી ઓએ સંદેશો મોકલી ગ્રુપને પ્રોત્સાહિત કર્યું હતું મીટીંગ બાદ હોટેલ જલારામ માં પ્રમુખ શ્રી મીતા સોલંકી દ્વારા સર્વેને ભોજન કરાવવા મા આવેલ મીટીંગ દરમિયાન આવેલ તમામ સભ્યો પદાધિકારીઓ તથાય ડાયરેક્ટરો એ એક બીજાને સૌનો પરિચય આપ્યો અને કરાવ્યો હતો અને આમ મીટીંગ એક પરિવારના પરિવારના મિલન સ્વરૂપે થઈ હોય એવો માહોલ ખડો થયો હતો
News : કાર્યક્રમમાં યજમાન ગૃપ માધાપરના ઉપપ્રમુખ રાજુલા બેન કારાણી તથા પરેશભાઈ સોલંકી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી