
માંડવી તાલુકા ની સામાન્ય સભા રદ કરવા કોંગ્રેસ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને રજુવાતો કરાઇ
માંડવી તાલુકા પંચાયત માં સામાન્ય સભા બાબતે કીનાખોરી કરાયા હોવાની વાત કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરાઇ હતી,રાજેન્દ્ર સિંહ જાડેજા દ્વારા આક્ષેપો કરાતાં તાલુકા વિકાસ અધિકારી ને આવેદન આપી માંડવી તાલુકા પંચાયત ખાતે યોજાયેલ સામાન્ય સભા રદ કરવાં રજૂવાતો કરાઇ હતી.

રાજેન્દ્ર સિંહ જાડેજા એ માંડવી તાલુકા ની સામાન્ય સભા પંચાયત ધારા મુજબ દૂષિત હોવાની વાત કરતાં ધારાસભ્ય દ્વારા તાલુકા ના વહીવટ મા દાદાગીરી પૂર્વક વહીવટ કરવા ના તથા પ્રજા ના પ્રશ્નો ન સાંભળવા ના આક્ષેપો કર્યા હતા.
કચ્છ જીલ્લા કોંગ્રેસ ના આગેવાનો સહિત લોકો જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા