માંડવી વાણંદ યુવા સમિતિ દ્વારા જીવદયા નું કાર્ય હાથ ધરાયું
માંડવી વાણંદ યુવા સમિતિ ના યુવાનો દ્વારા અવાર નવાર સેવાકિય અને જીવદયા ના કાર્યો કરી સમાજ માં અનોખો સંદેશ આપવાનું કામ કરી રહ્યા છે.માંડવી શહેર ના મસ્તરામો ને સ્વચ્છ રાખવા ની જવાબદારી યુવાનો બખૂબી નિભાવી રહ્યા છે. લમ્પી વાયરસ ના કપરા સમય માં ગૈવ વંશ ની સાર સંભાળ આ યુવાનો દ્વારા લેવાઈ હતી
હાલે ઉનાળા ની ધોમ ધખતી ગરમી માં પક્ષી ઓની વારે માંડવી વાણંદ યુવા સમિતિ ના યુવાનો આવ્યા છે.અને પક્ષી ઓ માટે શહેર ના નાગનાથ મંદિર,કાશિવિશ્વનાથ મંદિર, હાટકેશ્વર મહાદેવ,ભીડ ભંજન મહાદેવ,કોઠવાડા મામા, પીપડેશ્વર, શાંતીનાથ મહાદેવ, પવનચકી,રામ પગલે,શની મંદિર,ગાયત્રી મંદિર જેવા અનેકો ધાર્મિક મંદિરો એ પક્ષી પાણી પી શકે તેવા કુંડા નું વિતરણ કર્યું છે.
આ જીવદયા ના પ્રોજેક્ટ માં પરાગ રાઠોડ, નયન રાવરાણી ,હરીશ ગોહિલ, હિતેશ ગોહિલ, મુકેશ ગોહિલ, કેવલ ચૌહાણ,હાદિઁક ચૌહાણ,પારસ ચૌહાણ,હેમેન રાઠોડ ,મિલન જગતિયા,
કેવલ જગતિયા,શરદ રાવરાણી, હાર્દિક ભટ્ટી , વિશાલ મજેઠિયા
દિપ નારિયાણી સહિત યુવાનો સહયોગી બન્યા હતા.