MANDVI: માંડવી બાર એસોસિએશનના ત્રણ પદ માટે યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે પોતે ધારાશાસ્ત્રી હોવાથી મતદાન કર્યું હતું. એસોસિએશનના પ્રમુખ તરીકે ખેરાજ એન. રાગ, ઉપપ્રમુખ અલ્તાફ એસ. ચાવડા, ખજાનચી નીરવ કે. સોની, લાયબ્રેરિયન આબીદ ઓ. મેમણ સહિતની બિનહરીફ વરણી થયા બાદ મંત્રી, સહમંત્રી અને કારોબારી સભ્યની ચૂંટણી યોજવામાં આવી હતી જેમા મંત્રી પદ માટે પ્રિયેન નાકરને 91 મત મળતાં પ્રતિસ્પર્ધી નિશાબેન પરાજિત થયા હતા. સહમંત્રી તરીકે પ્રવીણ ગજરાને 91 મત મળ્યા હતા તેમની સામે ભરત ચારણને હાર ખમવી પડી હતી.
MANDVI: કારોબારી સભ્યોની પેનલ મેદાન મારી જતાં જીતેન્દ્ર મકવાણાને 96, નિધિ રાબડિયાને 108, લખમણ પારિયા 89, દિનેશ મુછડિયા 100, મહેશ ઓઝા 88 મત સાથે વિજેતા થયા હતા. પરાજિત સાજીદ લખાણીને 71 તો અશ્વિન વિંઝોડાને 83 મત મળ્યા હતા. ચૂંટણી અધિકારી તરીકે કૌશિક વાસાણીએ જ્યારે મદદનીશ ચુંટણી અધિકારી અલ્તાફ આર નારેજાએ ફરજ બજાવી હતી.
MANDVI: પૂર્વ મુખ્યમંત્રીએ પ્રથમવાર મતદાન કર્યું
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી 1967મા માંડવી કોર્ટમાં વકીલ તરીકે જોડાયા હતા તે સમયે આવી કોઈ ચૂંટણી યોજવામાં આવતી ન હતી. પોતે જામનગરમાં જજ તરીકે નોકરી છોડી સ્વતંત્ર કામગીરી કરવાનો સ્વભાવ ધરાવતા હોવાથી લોકસેવા શરૂ કરી હતી. મુખ્યમંત્રી બન્યા હાલ વતનમા હોવાથી પ્રથમ વખત બાર એસો.માં મતદાન કર્યું હતું.