MANDVI : પતિ – પત્નીનું વિખાતું સુખી દાંપત્ય જીવનને બચાવતી ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ

MANDVI: સોશિયલ મીડિયાના દુરુપયોગ થકી પતિ – પત્નીનું વિખાતું સુખી દાંપત્ય જીવનને બચાવતી ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ

MANDVI : માંડવી તાલુકાની ગ્રામ્ય વિસ્તારની એક મહિલા માટે સોશિયલ મીડિયા આશીર્વાદ રૂપ નહીં પરતું અભિશાપ સમું સાબિત થયું

MANDVI : રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ મહિલાઓની મદદ માટે સતત 24 કલાક કાર્યરત છે ત્યારે માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિત મહીલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિના બીજી સ્ત્રી સાથે અફેર છે તેમજ રાતે મોડા સુધી સોશિયલ મીડિયા પર અન્ય યુવતીઓ સાથે વાતો કરે છે એ બાબતને લઈ ને આજ રોજ પીડિતા મહિલા નો તેમના પતિ સાથે ઝઘડો થયો હતો.પીડિતા ના પતિ તેમના પિતા ને પણ અપશબ્દો બોલતો હતો અને ખુબ જ માનસિક ત્રાસ આપતા હતા.તેથી ૧૮૧ ની મદદ ની જરૂર છે જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ અને એ.એસ.આઈ રક્ષાબેન ચાવડા ધટના સ્થળે પર દોડી ગયા હતા.પીડિતા મહિલાના કાઉન્સિલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે પીડિતા એ લવમેરેજ કરેલ છે.પીડિતા અને તેમના પતિ ફેસબુક દ્વારા સંપર્ક માં આવ્યાં હતા એન પ્રેમ થઈ ગયો ત્યારબાદ બન્ને પરીવાર ની મરજી અને રાજીખુશી થી સમાજની રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.તેમના લગ્ન ને આશરે ૨ વર્ષ થયાં હતાં.અને તેમની ૪ માસની એક દિકરી પણ છે.પીડિતા તેમના પતિ સાથે અલગ રહેતાં હતા.પીડિતાના પતિ કંપની માં નોકરી કરતો હતાં પરતુ તેમની આર્થિક પરસ્થિતિ નબળી હતી તેથી પીડિતાના પિતા તેમને અવાર – નવાર આર્થિક રીતે મદદ કરતા હતાં છતાં પણ પીડિતા ના પતિ તેમના પિતા ને અપમાનજનક શબ્દો થી બોલાવતા હતા અને આજ રોજ તો પીડિતા ના પિતા સાથે ફોન પર ઝગડો કરેલ તેમજ અપશબ્દો બોલ્યા હતા.પીડિતા ના પતિ વધુ સમય સોશિયલ મીડિયા પર ઓનલાઇન રહેતા હતા અને વાસ્તવિક દુનિયાથી સંબંધો તોડી નાખ્યાં હતાં. સોશિયલ મીડિયા પર સતત અન્ય યુવતીઓ ને મેસેજો કરતા રહેતાં હતાં અને પીડિતાની સાથે તિરસ્કાર ભર્યું વર્તન કરતા હતા.એ બાબત ને લઈ ને પીડિતા નો તેમના પતિ સાથે વારંવાર ઝગડાઓ થતાં હતાં.તેથી તેમના પતિ ને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી હોય.. આમ બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરેલ..૧૮૧ અભિયમની ટીમ દ્વારા પતિ – પત્ની બંને વચ્ચે ના મતભેદ અને મનભેદ દુર કર્યાં જેથી પીડિતા ના પતિ એ તેની ભુલ સ્વીકારી અને હવે પછી તેમની પત્ની ને હેરાન નહી કરે તેમજ સોશિયલ મીડિયાનો અતિરેક્ત ઉપયોગ નહીં કરે તેવું જણાવેલ તેથી બંને પતિ અને પત્ની સાથે સુખદ નિરાકરણ કરવામાં આવેલ છે અને ઘર સંસાર તૂટતાં બચાવ્યા હતો.પીડિત મહિલાએ ૧૮૧ નો આભાર માન્યો હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *