Love Jihad : વડોદરા પોલીસ કમિશનરની આકરી સૂચના બાદ હોટલનું નિયમિત ચેકિંગ શરૂ કરી

Love Jihad : વડોદરા પોલીસ કમિશનરની આકરી સૂચના બાદ શહેરના 24 પોલીસ મથકોના પોલીસ કર્મીઓએ હોટલનું નિયમિત ચેકિંગ શરૂ કરી દીધું છે.

Love Jihad : લવ જેહાદના વધતા કિસ્સા તેમજ કેટલાક સંવેદનશીલ મુદ્દાઓને લઈ વડોદરા પોલીસે નિય‌િમત હોટલનું ચેકિંગ કરવાનું શરૂ કરી દીધું છે. શહેર પોલીસ કમિશનરે શહેરનાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને નિય‌િમત હોટલોનું ચેકિંગ કરવા માટે સૂચના આપી છે, જેના પગલે ગેરકાયદે અને એન્ટ્રી પાડ્યા સિવાય હોટલ કે ગેસ્ટ હાઉસમાં રૂમ આપતા સંચાલકોમાં ગભરાટ અને ફફડાટ વ્યાપ્યો છે. ગઇ કાલે આખો દિવસ વડોદરા પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જ્યારે કેટલાક લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું હતું મહત્વનું નિવેદન

Love Jihad : ગૃહ રાજ્યમંત્રીની સૂચના બાદ પોલીસ કમિશનર એક્શનમાંગત મંગળવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ તેઓએ જણાવ્યું હતું કે,’પોલીસ હવે લવ જેહાદને રોકવા માટે કડક પગલાં ભરશે, પોલીસ તેના વિસ્તારની હોટલોનું ચેકિંગ કરશે. પોલીસ-સરકાર લવ જેહાદની ઘટનાઓમાં ફરિયાદી બનશે.’

હર્ષ સંઘવીના નિવેદન બાદ હવે વડોદરા શહેર કમિશનર એક્શનમાં આવ્યા છે.

તંત્ર ખૂબ ગંભીરતાથી કરી રહ્યું છે કાર્યવાહીઃ પોલીસ સૂત્રશહેર પોલીસ કમિશનર ડૉ.શમશેરસિંહે શહેરના 24 પોલીસ મથકોને નિયમિત રીતે હોટલો ચેક કરવાની સૂચના આપી દીધી છે. પોલીસ સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી લવજેહાદ કરવા મામલે તંત્ર ખૂબ ગંભીરતાથી કાર્યવાહી કરી રહ્યું છે. પોલીસને શહેરમાં દરેક હોટલમાં જઈ ચેકીંગ કરવાના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *