વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા કચ્છી જૈન JAIN સંતોએ ઇન્દોરમાં યાદગાર અને યશસ્વી ચાતુર્માસ સંપન્ન કરી, કચ્છમાં આવવા પગપાળા વિહાર શરૂ કર્યો.
કચ્છી જૈન JAIN સંતોનો દીવાકર સંપ્રદાયના અરુણમુની મહારાજ સાહેબ ઠાણા ૨ સાથે કંકાલપૂરામાં સાત વર્ષ પછી મિલન થયું. ભારતભર માં 14 વર્ષમાં અનેક લોકો વ્યસન મુક્ત બન્યા.
કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન JAIN સંઘના ગુરુવર્ય ધીરજલાલજી સ્વામીના શિષ્યરત્ન તથા વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુનિ “આનંદ” મહારાજ સાહેબ (ભોજાય-કચ્છ) અને તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસમુની “મંગલ” મહારાજ સાહેબ (બેરાજા-કચ્છ) બંને કચ્છી જૈન સંતો ઇન્દોર (મધ્યપ્રદેશ)માં યાદગાર અને યશસ્વી પાંચ મહિનાનો ચાતુર્માસ સંપન્ન કરી કચ્છ જિલ્લામાં પધારવા પગપાળા વિહાર શરૂ કરેલ છે.
12 મી ડિસેમ્બરના રોજ કંકાલપુરા મધ્યે દિવાકર સંપ્રદાયના ગુરુદેવ પરમ પૂજ્ય અરુણમુનિ મહારાજ સાહેબ આદીઠાણા ૨ સાથે ૭ વર્ષ બાદ બંને કચ્છી જૈન JAIN સંતોનું મિલન થયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ બંને કચ્છી જૈન સંતોએ 14 વર્ષ પહેલાં કચ્છ થી પગપાળા વિહાર કરીને ભારતના જુદા જુદા ગામોમાં યશસ્વી ચાતુર્માસ કરીને મોટી સંખ્યામાં લોકોને વ્યસન મુક્ત કરેલ હોવાનું પરમ પૂજ્ય નરેશમુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના મોભી ઈશ્વરભાઈ દેસાઈ, પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ, મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહ, ટ્રસ્ટી મુકેશભાઈ મહેતા અને સંદીપભાઈ શાહે જણાવ્યું હતું.
બંને કચ્છી જૈન JAIN સંતો નરેશમુનિ મહારાજ સાહેબ અને ઓજસમુનિ મહારાજ સાહેબ આ વર્ષે કચ્છ જિલ્લામાં ચાતુર્માસ કરવાના હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.