INDIA PAKISTAN WAR : દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને LPGનો પુરતો સ્ટોક ઉપલબ્ધ, BPCLની અફવાઓથી દૂર રહેવા અપીલ

સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે પેટ્રોલપંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
INDIA PAKISTAN WAR : ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા જતાં તણાવ વચ્ચે દેશભરમાં પેટ્રોલ પંપ બંધ થવાની અફવાઓએ જોર પકડ્યું હતુ. જેના પગલે એક પછી એક પેટ્રોલિયમ કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન (IOC) બાદ હવે ભારત પેટ્રોલિયમ લિમિટેડ (BPCL) દ્વારા પણ પોતાની પાસે પેટ્રોલ, ડીઝલ અને LPGનો પુરતો સ્ટોક હોવાનું જણાવવામાં આવ્યું છે.
INDIA PAKISTAN WAR : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500 કંપની છે અને ભારતમાં અગ્રણી તેલ અને ગેસ કંપનીઓમાંની એક છે, તે તમામ નાગરિકોને ખાતરી આપે છે કે, તેના સમગ્ર દેશવ્યાપી નેટવર્કમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને LPGની પૂરતી ઉપલબ્ધતા છે.
INDIA PAKISTAN WAR : BPCLના તમામ પેટ્રોલ પંપો અને LPG વિતરક કેન્દ્રો દેશમાં સારું કામ કરી રહ્યા છે અને ગ્રાહકોની જરૂરિયાતો પુરી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આથી ગભરાવવાની કે પેનિક થવાની જરૂર નથી. અમારી સપ્લાય ચેન ઑપરેશન મજબૂત અને કાર્યક્ષમ છે. આથી અમે તમામ ગ્રાહકોને શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ.
INDIA PAKISTAN WAR : હકીકતમાં સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે પેટ્રોલપંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આથી જ પેટ્રોલિયમ કંપનીઓ લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાઈને પેટ્રોલ-ડીઝલ અને LPGની ખરીદી કરીને સંગ્રહખોરીથી બચવા માટે આગ્રહ કર્યો છે.