Healthcare with Humanity ગુજરાતમાં હૃદયરોગની સારવારનો વ્યાપ વધશે

Healthcare with Humanity ગુજરાતમાં હૃદયરોગની સારવારનો વ્યાપ વધશે: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

Healthcare with Humanity ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમગ્ર રાજ્યમાં કાર્ડિયાક (હૃદયરોગ) સેવાઓના વિસ્તરણ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યના નાગરિકોને ઘરઆંગણે આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

Healthcare with Humanity બેઠક દરમિયાન ગત વર્ષ 2025 દરમિયાન યુ.એન. મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સંસ્થાએ વર્ષ દરમિયાન 8,504 સફળ હૃદયના ઓપરેશન કર્યા હતા. ઉપરાંત 3.94 લાખથી વધુ દર્દીઓની OPD ચકાસણી કરવામાં આવી હતી, જ્યારે 52,167 જેટલા દર્દીઓને IPD અંતર્ગત સારવાર આપવામાં આવી હતી.

Healthcare with Humanity મંત્રીએ પોરબંદર, ભાવનગર, સુરત અને સોલા-અમદાવાદ ખાતે નિર્માણાધીન સેટેલાઇટ કાર્ડિયાક સેન્ટરોની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. બાંધકામ ઝડપથી પૂર્ણ થાય અને દર્દીઓને વહેલી તકે સેવાઓ મળી રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ ગાંધીનગર અને રાજકોટ ખાતે કાર્યરત સેન્ટરોની કામગીરી અને ઉપલબ્ધ સુવિધાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે ગુજરાત આજે માત્ર રાજ્યના નાગરિકો માટે જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યો અને વિદેશથી આવતા દર્દીઓ માટે પણ વિશ્વસનીય હેલ્થકેર હબ તરીકે ઉભરી રહ્યું છે. ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવાની સાથે માનવીય સંવેદનાનો સ્પર્શ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

“Healthcare with Humanity”ના અભિગમને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટના પદાધિકારીઓ સાથે રાજ્યમાં કાર્ડિયાક સેવાઓના સુનિયોજિત વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અહીં કલિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *