GUJARATI SINGER DEVAYAT KHAVAD : ડાયરા કલાકાર દેવાયત ખવડની કારે મારી ટક્કર, અમદાવાદના ધ્રુવરાજસિંહ ઘાયલ

GUJARATI SINGER : ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં છે. દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ કરી હતી. જેમાં ફોર્ચ્યુનર કાર અને કિયા ગાડી સામેસામે અથડાયાના સમાચાર છે. ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ અને તેના માણસો સવાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે.
જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવા આવી છે. ઘાયલ થયેલી વ્યક્તિનું નામ અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણન માર માર્યાના પણ સમાચાર છે.
GUJARATI SINGER :પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રોડ ગામે ક્રિષ્ના હોટેલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીને બલાલ કરી હોઈ શકે છે. પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
નોંધનીય છે કે સનાથલ ગામ ખાતે ગઈ 20 ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો. આ મામલે એક પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
GUJARATI SINGER : બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

GUJARATI SINGER : રાજકોટના કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપ લઈ તૂટી પડ્યા હતા.
હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. જોકે ઘટનાના 10મા દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. દેવાયત અને મયૂરસિંહનો વચ્ચેનો ઝઘડો જૂનો છે.
GUJARATI SINGER : અદાંજે નવેમ્બર-2021માં મયૂરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયા હતા ત્યારે દેવાયત ખવડ સાથે કાર પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો. જોકે જે-તે સમયે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને સમાજના મોભીઓએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું, જેના સવા વર્ષ બાદ ફરી દેવાયત-મયુરસિંહનો વિવાદ ફરી સામે આવ્યો હતો.
આ પહેલાં પણ રાજપૂત અને આહીર સમાજની લાગણી દુભાયાની બે ઘટનામાં દેવાયત વિવાદમાં આવ્યો હતો ત્યારે જે-તે સમયે તેનો માફી માગતો વીડિયો પણ જાહેર થયો હતો. ઉપરાંત અગાઉ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને દેવાયત ખવડ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ જામ્યો હતો અને તે વખતે આ વિવાદ ગુજરાતી સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડમાં રહ્યો હતો. આખરે બંનેએ સમાધાન કરી લીધું હતું.
GUJARATI SINGER : રૂપલ મા જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા એક લોકડાયરામાં લોકકલાકાર બ્રિજરાજદાન ઈસરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. બ્રિજરાજદાન ગઢવીએ કહ્યું હતું કે ‘જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે એ દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈસરદાનનું લોહી છું સાહેબ.
કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઊતરીને માફી માગી લે છે.’ જે અંગેનો વીડિયો વાઇરલ થયા બાદ દેવાયત ખવડે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘મર્દાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પુરાવા માઇકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળાં નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય છે.’ બાદમાં મઢડા સોનલધામ ધર્મ સ્થાનક બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું હતું.
GUJARATI SINGER : દેવાયત ખવડે ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું. ભાન ભૂલેલા દેવાયત ખવડ સ્ટેજ પર બેસીને સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને અપમાન કર્યું હતું.
દેવાયત ખવડ હજારો લોકોની સામે ચાલતા ડાયરામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું અને વીડિયો વાઇરલ થયા પછી લોકો પણ ભારે ગુસ્સે ભરાઈ ગયા હતા. આ નિવેદન પછી માત્ર પટેલ સમાજ નહીં, પરંતુ અનેક સમાજના લોકોએ દેવાયત ખવડના નિવેદનનો વિરોધ કર્યો હતો.
GUJARATI SINGER : થોડો સમય પહેલાં પૂર્વ CM વિજય રૂપાણીનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં ‘ફ્રાય ફ્રેંચી’શબ્દ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. એ સમયે દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરતા કહેતા હતા કે ‘અમને તો એમ હતું કે જમી લીધું હશે તમે બાકી હોય તો હાલોને ફ્રાય ફ્રેંચી ખવડાવું.’