
જેટલા EVM મશીનો લાવવા હોય એટલા લાવે, આ વખતે એમનો ગજ વાગવા દેવાના નથી તેમ કોંગ્રેસ નેતા અને પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યું હતું. દર વખતે ઈવીએમને લઈને આક્ષેપ બાજી થતી હોય છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે પણ આ મામલે એક જાહેર સભામાં ઈવીએમને લઈને કટાક્ષ કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે ચૂંટણીના આ વર્ષ દરમિયાન રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ અને બીજેપી દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના યોજાએલા કાર્યક્રમની અંદર પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યું હતું કે, જેટલા મશીનો જેવા લાવવા હોય તેવા લાવે અમે એવા કમ્પ્યુટર એન્જિનિયર મુકવાના છીએ કે એમનો ગજ વાગવા નહીં દઈએ.

આ ઉપરાંત તેમણે ઈવીએમને લઈને વધુમાં કહ્યું કે, ફેક્ટરીમાંથી ગુજરાતમાં ઈવીએમ આવશે ત્યાં જઈને અમે ચોકી કરીશું. કલેક્ટરમાંથી ચૂંટણી પંચમાં આવે ત્યાં સુધી પણ અમે ચોકી કરીશું. કલેક્ટરમાંથી વિધાનસભા અને ત્યાંથી મામલતદાર સુધી આવે ત્યાં સુધી ચોકી કરીશું. એ શું કરી શકે એમ છે અને અમે શું નહીં થવા દઈએ એની તમારા સુધી તૈયારી કરી લો તેમ જગદિશ ઠાકોરે તેમના નિવેદનમાં કહ્યું હતું.