
green gujarat ગ્રીન ગુજરાત માટે મેગા અભિયાન: 11.80 કરોડ રોપાનું વિતરણ, 5.51 કરોડ વૃક્ષો વાવવાનો સરકારનો લક્ષ્યાંક
green gujarat ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ પરિવર્તનના વધતા પડકારોને પહોંચી વળવા ગુજરાત સરકારે વન મહોત્સવ અંતર્ગત રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના વન વિભાગે આ વર્ષે 423 સરકારી નર્સરીઓ મારફતે 11.80 કરોડથી વધુ રોપાઓનું વિતરણ કરવાની સાથે 74,453 હેક્ટર વિસ્તારમાં 5.51 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે.
green gujarat વન વિભાગ દ્વારા રાજ્યભરની નર્સરીઓમાં ઉચ્ચ ગુણવત્તાના વિવિધ જાતિના રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકો અને ખેડૂતો માટે બદામ, લીમડો, લીંબુ સહિત અનેક પ્રજાતિના રોપાઓ વ્યાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત બોડા ડુંગર વિસ્તાર, મહેસૂલી જમીનો,
green gujarat નગરપાલિકાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની જરૂરિયાત મુજબ પણ છોડનું વિતરણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અનેક પર્યાવરણલક્ષી યોજનાઓને વેગ આપવામાં આવ્યો છે. ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન હેઠળ રાજ્યના આશરે 300 સ્થળોએ 440 હેક્ટર વિસ્તારમાં ‘વન કવચ’ સ્વરૂપે લઘુ જંગલો વિકસાવવામાં આવશે. જ્યારે ‘ગ્રીન વોલ ઓફ અરાવલી’ પ્રોજેક્ટ હેઠળ 6,652 હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત દરિયાકાંઠાના પર્યાવરણને મજબૂત બનાવવા માટે 20,100 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવ્સનું વાવેતર પણ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આ અભિયાનનો હેતુ માત્ર વૃક્ષો વાવવાનો નથી, પરંતુ જનભાગીદારી દ્વારા તેનું જતન કરી ગુજરાતને વધુ હરિયાળું, પર્યાવરણલક્ષી અને ટકાઉ રાજ્ય બનાવવાનો છે.
