
પૂર્વ મુખ્યમંત્રીકેપ્ટન અમરિન્દર આવતા 19 સપ્ટેમ્બરે ભાજપમાં જોડાશે
કોંગ્રેસમાંથી નીકળી જનાર અને પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે આખરે તેમનો ઈરાદો જાહેર કરી દીધો છે. કેપ્ટન અમરિન્દરે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનો ભાજપમાં વિલય કરવાની જાહેરાત કરી દીધી છે અને તેઓ આવતા અઠવાડિયે ભાજપમાં જોડાશે. કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દરને હટાવીને ચરણજીત સિંહ ચન્નીને સીએમ બનાવ્યાં હતા પરંતુ ચન્નીમાં આગેવાનીમાં કોંગ્રેસનો વિધાનસભાની ચૂંટણીમાં ઘોર પરાજય થયો હતો અને આમ આદમી પાર્ટી સત્તા પર આવી હતી. કોંગ્રેસમાંથી નીકળી ગયા બાદ અમરિન્દરે પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવી હતી, વિધાનસભાની ચૂંટણીમાં તેને પણ કારી ફાવી નહોતી અને હવે તેમણે તેમની આ પાર્ટીનો ભાજપમાં વિલય કરી નાખવાનું અને ભાજપમાં જોડાઈ જવાનું નક્કી કર્યું છે.
પંજાબ ના પૂર્વ મુખ્ય મંત્રી કેપટન અમરિન્દર અમિત શાહને વારંવાર મળ્યાં હતા
જ્યારથી કેપ્ટન અમરિન્દર અમિત શાહ અને પીએમ મોદીને મળ્યાં હતા ત્યારથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી અને હવે પીએલસી પ્રવક્તાએ અમરિન્દરના ભાજપમાં સામેલ થવાનું જણાવી દીધું છે.