3 રાજ્યોમાં ફૂંકાયું ચૂંટણીનું બ્યૂગલ, ત્રિપુરામાં 16, મેઘાલય-નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન, 2 માર્ચે રિઝલ્ટ

3 રાજ્યોમાં ફૂંકાયું ચૂંટણીનું બ્યૂગલ, ત્રિપુરામાં 16, મેઘાલય-નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન, 2 માર્ચે રિઝલ્ટ

કેન્દ્રીય ચૂંટણી પંચે પૂર્વોત્તરના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોનું આજે એલાન કરી દીધું છે.

પૂર્વોત્તરના 3 રાજ્યોમાં ફૂંકાયું ચૂંટણીનું બ્યૂગલ

પૂર્વોત્તરના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું એલાન કરીને રાજકીય પક્ષોને નેતાઓને સભાઓ ગજવાની તક આપી દીધી છે. ત્રણ રાજ્યોનું ચૂંટણી શિડ્યુઅલ જાહેર કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી અને મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 2 માર્ચ 2023ના દિવસે ત્રણેય રાજ્યોમાં ચૂંટણી પરિણામ જાહેર કરી દેવાશે.

ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી 2023ના દિવસે મતદાન થશે અને 2 માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.

ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ 
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. 2 માર્ચે ત્રણેય રાજ્યોમાં મતગણતરી થશે.

ત્રણેય રાજ્યોમાં 62 લાખથી વધુ મતદારો
રાજીવ કુમારે જણાવ્યું હતું કે નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં સંયુક્ત રીતે 62.8 લાખથી વધુ મતદારો છે, જેમાં 31.47 લાખ મહિલા મતદારો, 97,000 મતદારો 80+ અને 31,700 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. દરેક રાજ્યમાં ૬૦ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

શાળાઓ માટે ચૂંટણી પંચની ભેટ
રાજીવ કુમારે જણાવ્યું કે અમે હવે એક નિયમ બનાવ્યો છે કે મતદાન મથકો પર પૂરા પાડવામાં આવતા શૌચાલયો, રેમ્પ્સ અને પાણીની સુવિધાઓ અસ્થાયી નહીં પણ કાયમી હોવી જોઈએ. જે શાળાઓ પાસે આ સુવિધાઓ નથી તેમના માટે ચૂંટણી પંચ તરફથી આ ભેટ હશે.

નેતાઓ સભાઓ ગજવશે
ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે હવે રાજકીય પક્ષોના નેતાઓ સભાઓ ગજવશે. પીએમ મોદી સહિતના નેતાઓનો કાફલો ચૂંટણીવાળા 3 રાજ્યોમાં ઉતરી પડશે. 

નાગાલેન્ડમાં 2,315, મેઘાલયમાં 3,482 અને ત્રિપુરામાં 3,328 પોલિંગ બૂથ
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે. ત્રણેય રાજ્યોમાં મહિલા મતદારોની સંખ્યા વધી છે. તેમણે કહ્યું કે નાગાલેન્ડમાં 2,315, મેઘાલયમાં 3,482 અને ત્રિપુરામાં 3,328 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. 50 ટકા પોલિંગ બૂથ પર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.

કયા રાજ્યમાં કેટલી બેઠક
ત્રિપુરા-60 
મેઘાલય-60
નાગાલેન્ડ-60 

મેઘાલયમાં ગત વખતે કોંગ્રેસ બની હતી સૌથી મોટી પાર્ટી
મેઘાલયની 2018ની વિધાનસભાની ચૂંટણીમાં 21 બેઠકો સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી જોકે 60 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતથી ઘણી પાછળ હતી. એનપીઈપીને 19, યુડીપીને 6 અને બાકીના પક્ષોને 14 બેઠક મળી હતી. 

નાગાલેન્ડમાં 60 બેઠકો પર મતદાન

નાગાલેન્ડમાં પણ 60 બેઠકો પર મતદાન થશે. 2018ની ચૂંટણીમાં એનપીએફને 26, એનડીપીપીને 18, ભાજપને 12 જ્યારે બાકીનાના ખાતામાં 4 બેઠક આવી હતી. 

ત્રિપુરામાં 60 બેઠકો પર મતદાન 
ત્રિપુરામાં હાલમાં ભાજપની સરકાર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ત્રિપુરામાં ક્લિનસ્વીપ કર્યો હતો. 60 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપના 36, સીપીએમના 16 અને  IPFTના 8 ધારાસભ્ય છે. 

3 રાજ્યોની વિધાનસભા વિશેની માહિતી 
2018માં પણ 18 જાન્યુઆરીએ જ ચૂંટણીની જાહેરાત થઈ હતી
ત્રિપુરામાં પહેલા તબક્કાનું મતદાન 18 ફેબ્રુઆરી 2018એ થયું હતું
27 ફેબ્રુઆરી 2018ના રોજ મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થયું હતું


3 માર્ચ 2018ના રોજ ત્રણેય રાજ્યોના પરિણામ આવ્યા હતા
ત્રિપુરામાં હાલ ભાજપની સરકાર છે
નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપ સત્તામાં ભાગીદાર છે
ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રી માણિક સાહા છે
નાગાલેન્ડમાં NDPPના નેફ્યુ રિયો મુખ્યમંત્રી છે
મેઘાલયમાં NPPની સરકાર છે અને કોનરાડ સંગમા મુખ્યમંત્રી છે
નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે પૂરો થાય છે
મેઘાલય વિધાનસભાનો કાર્યકાલ 15 માર્ચે પૂરો થાય છે
ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે પૂરો થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *