NEWS : માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી મધ્યે ત્રણ ડાયાલિસિસ મશીનનું શ્રી નેમિનાથ જન્મ કલ્યાણક ના દિવસે લોકાપૅણ કરાયું.
NEWS : માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં સાડા બાવીસ લાખના માતબાર ખર્ચે દર્દીઓની સુવિધા માટે ત્રણ ડાયાલિસિસ મશીનનું શ્રી નેમિનાથ જન્મ કલ્યાણક ના દિવસે લોકાપૅણ કરાયું.
NEWS : બે ડાયાલિસિસ ના મશીન નું દાન કચ્છી જૈન ફાઉન્ડેશન મુંબઈ તરફથી સંસ્થાને પ્રાપ્ત થયેલ છે.
ડાયાલીસીસના એક મશીનના દાન માટે દાતાશ્રીઓને આગળ આવવા અપીલ કરવામાં આવી.
NEWS : માંડવીમાં છેલ્લા 31 વર્ષ સુધી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામ કરતી સંસ્થા “જન કલ્યાણ મેડિકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ- હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીમાં સાડા બાવીસ લાખ રૂપિયા જેટલી માતબાર રકમથી, દર્દીઓની સુવિધા માટે આજે તારીખ 10-07 ને સોમવારના શ્રી નેમિનાથ પ્રભુ જન્મ કલ્યાણકના દિવસે ડાયાલિસિસના ત્રણ નવા મશીન લોકોપૅણ કરવામાં આવેલ છે.
NEWS : સંસ્થામાં સોમવારે યોજાયેલા એક સાદા કાર્યક્રમમાં પૂજન – અર્ચના વિધિ સાથે સંસ્થાના પ્રમુખ શ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવી અને હોસ્પિટલના સ્ટાફ ના હસ્તે ડાયાલિસિસના ત્રણ નવા મશીનનું લોકાપૅણ કરવામાં આવેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.
NEWS : અત્રે એ ઉલ્લેખનીય છે કે, જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં દર્દીઓને ડાયાલિસીસ સંપૂર્ણ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. ત્રણ મશીન પૈકી ડાયાલીસીસના બે નવા મશીનનું દાન કચ્છી જૈન ફાઉન્ડેશન મુંબઈ તરફથી મળેલ છે. એક મશીનની કિંમત સાડા સાત લાખ રૂપિયા છે, તો એક મશીનના દાન માટે દાતાશ્રીઓને આગળ આવવા સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઇ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા અને સમગ્ર ટ્રસ્ટી મંડળે જણાવેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું છે.