જન આરોગ્ય સેવામા માનવતાના હિમાયતી ડોક્ટર કીર્તિ બોરીસાગરે કોરોના કાળમાં સમગ્ર પંથકમાં ઘેર ઘેર જઈ લોકોની માનવસેવા કરી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગ જામતો જાય છે ત્યારે 94ધારી વિધાનસભા કોંગ્રેસે ખાંભાના સેવાભાવી ડોક્ટર કીર્તિ બોરીસાગરને ટિકિટ આપી માસ્ટર સ્ટોક માર્યો છે, તમામ વર્ગના લોકોમાં ભારે લોકપ્રિય ખાંભા ધારી વિધાનસભા મતવિસ્તાર માં કોંગ્રેસ દ્વારા ડોક્ટર કીર્તિ બોરીસાગરની નામની જાહેરાત થતા જ ફટાકડાની આતશ બાજી કરીને લોકોએ ખુશીઓ મનાવી હતી.
ઘારી 94 વિધાનસભા સીટના ઉમેદવાર ડોક્ટર કીર્તિ બોરીસાગર ખાંભામાં હોસ્પિટલ ચલાવે છે, બ્રહ્મ સમાજના અગ્રણી એવા ડોક્ટર કીર્તિ બોરીસાગરને કોંગ્રેસ તરફથી ટિકિટ મળતા તમામ વર્ગના મતદારોમાં પોતિકા ઉમેદવાર મળ્યા ની ખુશી ફેલાય છે
સેવાની સુવાસ ધરાવતા અને કોરોના કાળમાં ધારી ચલાલા બગસરા ખાંભા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘેર ઘેર પહોંચીને દવા, ઈલાજ અને સારવાર ની માનવસેવા કરનાર સીધા ,સરળ અને શાંત સંભાવના ડોક્ટર કીર્તિ બોરીસાગર એ જણાવ્યું હતું કે ધારી વિધાનસભાની સીટ પર થી પોતે જંગી બહુમતીથી વિજય થશે અને 14/11સોમવારે ધારી પ્રાંત કચેરી ખાતે કાર્ય કરો સાથે જઇચૂંટણી માટેનું ફોર્મ ભરશે.