તળાજા શહેરમાં છ વર્ષ પહેલા થયેલ ત્રીપલ મર્ડર કેસની આવતીકાલે થશે સુનાવણી

ગત તા.૯/૧૦/૧૬ ની રાત્રી તળાજા વાસીઓ માટ સનસનાટી ભરી રાત્રી રહી.કારણકે રાત્રિના ૧૧.૩૦ ના અરસામાં તળાજા ની ધરતી પર લોહી રેડાયું હતું.પિતા અને બે પુત્ર ની હત્યા કરવામાં આવી હતી.મરનાર ના ભાણેજ ઉપર જીવલેણ હુમલા નો એફાઇઆર મા આરોપ મૂકવામા આવ્યો હતો. એ સમય નવરાત્રી અને મહોરમ પર્વ નો દિવસ હતો.

ત્રણ મહિલા સહિત કુલ અગિયાર વ્યકિત ના નામ જોગ ફરિયાદીએ હત્યા નો આરોપ લગાવ્યો હતો.એ કેસ ભાવનગર જિલ્લાની ત્રીજી એડિશનલ કોર્ટ તળાજા મા ચાલતો હતો.

તળાજા ના છેલા પચાસ વર્ષના ઇતિહાસમાં અકી સાથે એકજ પરિવાર ના ત્રણ ત્રણ સભ્યો ની ગોળીઓ અને અન્ય હથિયારો ના ઘા મારી હત્યા નિપજાવ્યાં નો બનાવ બન્યો નથી.આ પ્રકાર ના ગંભીર ગુન્હાનો કેસ તળાજા નામદાર કોર્ટ મા ચાલી રહયો હોય સત્તાવાર ઇ કોર્ટ સર્વિસ મુજબ કોર્ટ દ્વારા ગતા.૧.૧૦.૨૨ થી આજ સુધીમાં તથા તા.૧૦ થી ૧૪ લગલગાટ પાચ દિવસ અને આજ સુધીમાં દસ મુદત આપી ને કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી

.જેને લઇ તળાજા ન્યાય મંદિર દ્વારા આ કેસનો ચુકાદો આવતી તા.૨૦ ના રોજ સંભળાવવા ની તારીખ નક્કી કરવામાં આવી છે.તેમ પબ્લિક પ્રોસીકયુટર એ જણાવ્યું હતું.રાજ્યની ઇ કોર્ટ સર્વિસ મા પણ ઓનલાઇન મૂકવામાં આવ્યું છે.ઇ કોર્ટ સર્વિસ જોતા બપોરે બે કલાકે જજ ભેંટ આપશે તેમ જોવા મળી રહ્યું છે. તળાજા ન્યાય મંદિર નો ચુકાદો ઐતિહાસિક બની રહશે તેમ કોર્ટ પરિસર મા ચર્ચા નો વિષય છે.એટલુજ નહિ આ ચુકાદો દેશભરમાં આ પ્રકાર ની ઘટના અને આરોપ ને લઈ જ્યાં પણ કેસ ચાલશે ત્યાં સંબધિત વકીલ દ્વારા ટાંકવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *