Bihar : બિહારમાં આરજેડી-જેડીયુ ગઠબંધન તૂટવાનું નક્કી

Bihar : બિહારમાં આરજેડી-જેડીયુ ગઠબંધન તૂટવાનું નક્કી છે. નીતિશ કુમાર ગમે ત્યારે તેની જાહેરાત કરી શકે છે. નીતિશ તેના ગઠબંધનના જુના સાથી ભાજપ સાથે મળીને નવી સરકાર સરકાર તૈયાર છે. રવિવારે નીતિશ ભાજપના ટેકાથી સીએમના શપથ લઈ શકે છે. શુક્રવારે એટલે કે આજે નીતિશ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને મળવા રાજભવન પહોંચ્યાં હતા. સૂત્રોએ જણાવ્યું કે ભાજપ નીતિશને સીએમ બનાવવા તૈયાર છે જોકે બદલામાં બે ડેપ્યુટી સીએમ પદ માગ્યાં છે.

Bihar : નીતિશ સાતમી વાર બનશે સીએમ

નીતિશ કુમાર સાતમી વાર સીએમ બનશે. તેઓ રવિવારે ભાજપના ટેકાથી નવી સરકાર બનાવી શકે છે.

Bihar : કેમ તૂટ્યું આરજેડી સાથેનું નીતિશનું ગઠબંધન

આરજેડીએ તેજસ્વી યાદવને સીએમ બનાવવાનું નીતિશ પર દબાણ કર્યું હતું, નીતિશને આ કોઈ કાળે પસંદ નહોતું. મહાગઠબંધનમાં આરજેડીની વધુ બેઠકો છે તેથી તેણે સીએમ પદનો દાવો ઠોક્યો હતો.

Bihar : ભાજપ નીતિશને ફરીથી સીએમ બનાવવા સંમત
કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને નીતીશ કુમાર વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. ભાજપ ફરી નીતીશને ગળે લગાડવાની તૈયારીમાં લાગે છે. રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ફોર્મ્યુલા વહેતી થઈ રહી છે. એક સૂત્ર એ છે કે કદાચ એસેમ્બલી વિસર્જન કરી દેવી જોઈએ. પરંતુ એવી પણ સંભાવના છે કે ભાજપ નીતિશને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે રાજી થઈ શકે છે. હવે આ ફોર્મ્યુલા લગભગ અંતિમ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *