મોરબીના વેપારીને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો માણસ હોવાની ઓળખ આપી ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી અને જો રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવ મામલે પોલીસને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી આવ્યો હતો જેને વકીલ મારફત કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે જામીન મંજુર કર્યા છે

મોરબીના વેપારી અનિલભાઈ વલ્લભભાઈ કગથરા પાસે ૨૫ લાખની ખંડણી માગનાર ઈસમો સાથે બાળ કિશોર મળી આવ્યો હતો જેથી પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જેથી બાળ કિશોરના વાલીએ વકીલ મારફત પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં વકીલ યોગરાજસિંહ જાડેજા અને ભરતસિંહ ઝાલાની ધારદાર દલીલોને માન્ય રાખીને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા બાળ કિશોરને જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવ્યો છે

જે કેસમાં યોગરજસિંહ જાડેજા, ભરતસિંહ ઝાલા, રોહિતસિંહ જાડેજા રોકાયેલ હતા