ગુજરાતના ચારેય મહાનગરોની કોર્ટો ખોલવા પત્ર લખી રજૂઆત

ગુજરાતના ચારેય મહાનગરોની કોર્ટો ખોલવા પત્ર લખી રજૂઆત


સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને બાર એસો.નો પત્ર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની કોર્ટો દસ મહિનાથી બંધ સામાન્ય વકીલોની હાલત વર્તમાન સમયમાં કફોડી અમદાવાદ સિટી સિવિલ કોર્ટ તરફથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથને પત્ર લખી ગુજરાતના ચારેય મહાનગરોની કોર્ટો ખોલવા માટે રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના પગલે છેલ્લાં દસ મહિનાથી ગુજરાતના ચાર મુખ્ય શહેરોની કોર્ટો બંધ છે. જેના કારણે સામાન્ય વકીલો અને તેમનો પરિવાર કફોડી પરિસ્થિતિમાં મૂકાય ગયો છે.જેથી ચારેય શહેરોની કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૃ કરવા સત્વરે નિર્ણય લેવામાં આવે તે જરૃરી છે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટના પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય પરેશ જાની સહિતના વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેને પત્ર લખી રજૂઆત કરી છે કે ઓનલાઇના સુનાવણીના કારણે જુનિયર વકીલો, વૃદ્ધ વકીલો અને મહિલા વકીલો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના ચારેય મેટ્રો શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની કોર્ટો અત્યારે બંધ છે. આ શહેરોમાં દરેક વકીલોને ચાર વ્યક્તિના પરિવારના ગુજરાતન માટે આશરે ત્રીસ હજાર રૃપિયાની જરૃર પડે છે, છેલ્લાં દસ મહિના દરમિયાન મોટાંભાગના વકીલો જીવનનિર્વાહ યોગ્ય રકમ પણ મેળવી શક્યા નથી. અનલોક અંતર્ગત મોટાંભાગના સ્થળો અત્યારે ખોલી દેવામાં આવ્યા છે. ડૉક્ટર અને સી.એ. જેવા વ્યાવસાયિકો પણ તેમની ક્લિનિકો અને ઓફિસમાંથી સંપૂર્ણપણે તેમની કામગીરી કરી રહ્યા છે. તેથી વકીલોના આર્થિક પરિસ્થિતિનો વિચાર કરી કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી માટે વિચારણા કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *