
ગુજરાતમાં હાલ કોરોનાકાળમાં યુનિવર્સિટીઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ ઓનલાઇન કે ઓફલાઇન હોય છે. ત્યારે GTU ની ઓફલાઇન પરીક્ષા અંગે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેને લઇને હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે પૂછ્યું કે, અન્ય પરીક્ષાઓ ઓનલાઇન થતી હોય તો GTUને વાંધો શું ?
કોરોનાકાળ દરમિયાન રાજ્યમાં લેવામાં આવી રહેલી પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવે તો વિદ્યાર્થીઓમાં કોરોનાને લઇને સાવચેતી રાખી શકાય. ઓફલાઇન પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં કોરોનાનું જોખમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
GTUની ઓફલાઇન પરીક્ષા અંગે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં ઓફલાઇન પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં કોરોનાનું જોખમ વધી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે.
આમ GTUની પરીક્ષા અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. આ સાથે રાજ્ય સરકારને એફિડેવિટ કરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે સરકારને સવાલ પૂછ્યો છે કે અન્ય પરીક્ષાઓ ઓનલાઇન થતી હોય તો GTUને વાંધો શું?
હાઇકોર્ટના કડક વલણ સામે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કરતાં જણાવ્યું કે રાજ્યની અન્ય યુનિવર્સિટીઓએ ઓફલાઇન પરીક્ષા લીધી છે. જો કે પરીક્ષા મુદ્દે સુનાવણી આગામી 12 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે. GTUની ઓનલાઇન પરીક્ષા લેવાની અરજદારે માગ કરી હતી.