
ગેરકાયદેસર ખનનથી દુ:ખી સંતનું આત્મવિલોપન:બાબા વિજય દાસ રાધે રાધે કહી દોડ લગાવી
રાજસ્થાનના ભરતપુરના પસોપા ગામમાં બાબા વિજય દાસ નામના સંતે ગેરકાયદેસર રીતે ચાલી રહેણી ઉત્ખનન પ્રવૃત્તિના વિરોધમાં આત્મદાહ કરી લીધો છે. તેઓ સાધુ-સંતોની સાથે મળી છેલ્લા 551 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. તેમણે પોતાની ઉપજ કેરોસીન છાટીને આગ લગાવ્યા બાદ રાધે રાધે કરતા દોડ લગાવી હતી. પોલીસ કર્મચારીઓએ કાંબળા વડે આગ ઠારી દીધી દીધી હતી, જોકે તેઓ આશરે 80 ટકા દાઝી ગયા છે.

બાબાને ભરતપુરના રાજ બહાદુર મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બાબાએ આત્મદાહ કરી લીધા બાદ રાજસ્થાનના ખાણ બાબતોના પ્રધાન બેકફૂટ આવી ગયા છે. પ્રધાન પ્રમોદ જૈન ભાયાએ કહ્યું કે સંત જે ખાણોને બંધ કરાવવાની માગ કરતા હતા તે કાયદેસર હતી. તેમ છતાં આ ખાણોની લીઝને શિફ્ટ કરવા વિચાર કરવામાં આવશે.

આ આંદોલન સાથે જોડાયેલા અન્ય એક સંત બાબા નારાયણ દાસ 33 કલાક ટાવર ચડીને બેસી રહ્યા હતા. જ્યા મંગળવારે સવારે 6 વાગ્યાથી ટાવર પર ચડીને બેઠા હતા અને તેમને સમજાવ્યા બાદ બુધવારે બપોરે પરત ઉતાર્યા હતા. આંદોલનને જોતા સ્થાનિક અધિકારી સાંવરમલ વર્માએ ભરતપુરના પાંચ વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરાવી દીધુ હતું.
