બજારમાં સુસ્ત વલણના પગલે સેન્સેક્સ 48400ના લેવલની નીચે

TCS, રિલાયન્સ, બજાજના શેરમાં ઘટાડો

ભારતીય શેરબજારમાં હાલ 12.53 વાગ્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 25 અંક ઘટીને 48412 પર કરોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 6.8 અંક વધીને 14206.30 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ભારતી એરટેલ, ONGC, પાવર ગ્રીડ કોર્પ, SBI, ICICI બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ભારતી એરટેલ 3.16 ટકા વધી 530.15 પર કારોબાર કરી રહ્યો છે. ONGC 3.11 ટકા વધી 97.90 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, HUL સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.08 ટકા ઘટી 207.10 પર કારોબાર કરી રહ્યો છે. રિલાયન્સ 1.92 ટકા ઘટી 1928.20 પર કારોબાર કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *