જૂનાગઢમાં મહિલાઓને ત્રાસ આપનાર સાસરીયાને સમજાવતું સખી વન સ્ટોપ સેન્ટર

જૂનાગઢની મહિલાએ ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. જેમાં તેઓ બીજા રાજ્યના હોય અને તેમનો પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય આથી જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા બન્ને પતિ-પત્નીની ચારથી પાંચ બેઠક રાખી બન્નેને સમજાવી સમાધાન કરાવવામાં આવ્યું છે. તે ઉપરાંત અન્ય એક કિસ્સામાં મહિલા બીજા રાજ્યની હોય અને જૂનાગઢ સાસરે હોય તેમને બે જોડીયા બાળકો હોય પરંતુ પતિ અને સાસુ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાથી પીડીત મહિલાએ જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટરની મદદ માંગી હતી. આથી પતિ-પત્ની અને સાસુનું કાઉન્સેલીંગ કરી નાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.