Bhuj ભુજના સાતમ-આઠમના મેળામાં વ્યસનમુક્તિનો સંદેશ, નાગરિકોને વ્યસનથી દૂર રહેવા અપીલ

Bhuj ભુજના સાતમ-આઠમના મેળામાં વ્યસનમુક્તિનો સંદેશ, નાગરિકોને વ્યસનથી દૂર રહેવા અપીલ

Bhuj ગુજરાત સરકારના ગૃહ વિભાગના નશાબંધી અને આબકારી વિભાગ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ, ભુજ-કચ્છના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન યોજાયું હતું. ભુજના હમીરસર કાંઠે યોજાયેલા સાતમ-આઠમના મેળામાં નાગરિકોને વિવિધ પ્રકારના વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરવામાં આવી હતી.

Bhuj વ્યસનમુક્તિના સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના હેતુથી મેળામાં જનજાગૃતિ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. નાગરિકોને વ્યસનના સામાજિક અને વ્યક્તિગત નુકસાન અંગે જાગૃત કરી વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી.

Bhuj આ કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ, નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર શૈલેષભાઈ મારુ સહિત ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, દંડક રૂપલબેન ચાવડા તથા ચીફ ઓફિસર પિંકલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Bhuj આ ઉપરાંત ભુજ નગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક અગ્રણીઓ પણ અભિયાનમાં જોડાયા હતા. સાતમ-આઠમના મેળા જેવા મોટા જાહેર સમાગમમાં વ્યસનમુક્તિનો સંદેશ આપી સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *