Bhavnagar ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો: નકલી દારૂથી 9નાં મોત, પોલીસ અધિકારીઓ પર તવાઈ

Bhavnagar ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો: નકલી દારૂથી 9નાં મોત, પોલીસ અધિકારીઓ પર તવાઈ

Bhavnagar ભાવનગર લઠ્ઠાકાંડ: નકલી દારૂકાંડમાં 9ના મોત, 46 સારવાર હેઠળ; પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી

ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂના સેવનથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે,

Bhavnagar જ્યારે 46થી વધુ અસરગ્રસ્તોને વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Bhavnagar પોલીસે લોકોને ખાસ ચેતવણી આપતા જણાવ્યું છે કે બારકોડ નંબર 8901522000665 ધરાવતી શંકાસ્પદ દારૂની બોટલનું સેવન ન કરવું. તપાસ દરમિયાન આવી બોટલોમાં ઝેરી મિથેનોલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Bhavnagar : 19 ઓગસ્ટની રાત્રે ગાંધી કોલોની સામે આવેલા ગિલ્બર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી શાળાના શિક્ષક હિતેશ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના ઘરના રસોડામાંથી રોયલ સ્ટેગની અડધી ભરેલી બોટલ પણ મળી આવતા પોલીસે તેને તપાસ માટે કબજે કરી હતી.

Bhavnagar : કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે રહેતા 35 વર્ષીય જય જીતેન્દ્રભાઈ ભટ્ટીનું પણ મોત થયું છે. મૃતક પરિણીત હતા અને તેમને એક આઠ વર્ષનો પુત્ર તથા ચાર વર્ષની પુત્રી છે.

તપાસમાં સામે આવ્યું છે કે કથિત રીતે નકલી દારૂ તૈયાર કરવા માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડૉક્ટર’ને બોલાવવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેણે અન્ય સાગરીતો સાથે મળીને મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. નરેન્દ્રસિંહે પોતે પણ આ દારૂનું સેવન કર્યું હોવાનું અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Bhavnagar : મૂળ ભાવનગરના અને હાલ સુરતમાં રહેતા 35 વર્ષીય સંજયસિંહ પણ ભાવનગરથી દારૂનું સેવન કરીને સુરત પરત ફર્યા બાદ બીમાર પડ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ત્રણ દિવસથી બેભાન હોવાનું જાણવા મળ્યું છે.

કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોટાદ અને અમરેલીમાંથી 100 જેટલા પોલીસ કર્મચારીઓને ભાવનગરમાં બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા છે. SMC, LCB અને સ્થાનિક પોલીસ દ્વારા મોડી રાત સુધી વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મુખ્ય સૂત્રધાર ગણાતા રઈસને SMCની ટીમે ઇન્દોરમાંથી ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે 21 લોકો સામે ફરિયાદ નોંધાઈ હોવાનું અને 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

લઠ્ઠાકાંડ મામલે પોલીસ વિભાગમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર રેન્જ આઈજી દ્વારા વરતેજ પોલીસ મથકના PI એ.બી. પઢેરીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે DGP દ્વારા LCB PI મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત અગાઉ વરતેજ પોલીસ મથકના ચાર પોલીસ કર્મચારીઓ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી.

Bhavnagar તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે શંકાસ્પદ દારૂનું સેવન ન કરે અને આવી કોઈ બોટલ કે વેચાણ અંગેની માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *