
Ahmedabad અમદાવાદમાં ગણેશ મહોત્સવ પહેલાં કડક નિયમો: 9 ફૂટથી ઊંચી માટીની અને 5 ફૂટથી ઊંચી POP મૂર્તિ પર પ્રતિબંધ
Ahmedabad અમદાવાદમાં 14 સપ્ટેમ્બરથી શરૂ થનારા ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને પર્યાવરણનું સંરક્ષણ થાય તે માટે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ તેમજ મૂર્તિ બનાવવામાં વપરાતા રંગોને લઈને નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.
Ahmedabad જાહેરનામા મુજબ અમદાવાદ શહેરમાં 9 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી માટીની ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)માંથી બનાવવામાં આવેલી 5 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વિસર્જન દરમિયાન પર્યાવરણ પર પડતી અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Ahmedabad મૂર્તિના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા રંગોને લઈને પણ પોલીસ કમિશનરે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. કેમિકલયુક્ત અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા રંગોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મૂર્તિ નિર્માતાઓ અને આયોજકોને માત્ર પર્યાવરણમૈત્રી રંગોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી નદી, તળાવ અને અન્ય જળાશયોમાં પ્રદૂષણ ન ફેલાય.
Ahmedabad અમદાવાદમાં દર વર્ષે અંદાજે 1,000 જેટલા ગણેશ પંડાલોમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોવાથી ટ્રાફિક, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે ગણેશ મહોત્સવ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. મહોત્સવ દરમિયાન આરતી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભક્તોની ભારે અવરજવર રહેવાની હોવાથી પોલીસ તંત્ર વિશેષ સતર્ક રહેશે. જાહેરનામામાં જણાવાયેલા નિયમોનું પાલન થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં દેખરેખ પણ રાખવામાં આવશે.
Ahmedabad પોલીસ કમિશનરે તમામ આયોજકોને મૂર્તિની નિર્ધારિત ઊંચાઈ, પર્યાવરણમૈત્રી સામગ્રીનો ઉપયોગ અને કેમિકલયુક્ત રંગોથી દૂર રહેવા સહિતના તમામ નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે. નિયમોના પાલનથી ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ રીતે ઉજવી શકાય તેવો હેતુ રાખવામાં આવ્યો છે.
