
Pakistan પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ શાંતિ રેલીમાં આત્મઘાતી હુમલો, 7નાં મોત
Pakistan પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં રવિવારે આતંકવાદ વિરુદ્ધ યોજાયેલી શાંતિ રેલી દરમિયાન આત્મઘાતી હુમલો થયો હતો. ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Pakistan પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, કાબલ ચોક ખાતે શાંતિ રેલી ચાલી રહી હતી. તે દરમિયાન એક યુવક કાબલ પોલીસ સ્ટેશનના ગેટ સુધી પહોંચ્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલાં જ તેણે પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધો.
Pakistan વિસ્ફોટ સમયે રેલીમાં અંતિમ વક્તાનું ભાષણ ચાલી રહ્યું હતું. જોરદાર ધડાકા બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અને લોકોમાં નાસભાગ સર્જાઈ હતી. ઘાયલોને તાત્કાલિક સૈદુ શરીફ ટીચિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Pakistan હાલ સુધી કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પોલીસે અને સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે.
Pakistan તાજેતરના મહિનાઓમાં સ્વાત સહિત સમગ્ર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદી હુમલાઓમાં વધારો નોંધાયો છે. થોડા દિવસો પહેલાં હંગુ જિલ્લામાં પોલીસ ચોકી પર થયેલા હુમલામાં 9 પોલીસકર્મીઓનાં મોત થયા હતા.
