
BhupendraPatel મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઈઝ ડિજિટલ વિઝિટ, કચ્છ સહિત 3 જિલ્લાની જનફરિયાદો સાંભળી
BhupendraPatel ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર મહિનાના ચોથા બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પહેલીવાર કોઈપણ આગોતરી જાણ કર્યા વિના મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના કાર્યક્રમમાં ગાંધીનગરથી વિડિયો વોલ મારફતે અચાનક જોડાઈ અરજદારોની રજૂઆતો સાંભળી હતી.
BhupendraPatel મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી કે અરજીઓનો માત્ર કાગળ પર નિકાલ નહીં, પરંતુ અરજદારોને સંતોષ થાય તે રીતે પ્રશ્નોનું અસરકારક નિરાકરણ લાવવામાં આવે.

BhupendraPatel મહેસાણામાં બિલ્ડર દ્વારા ફ્લેટધારકને રૂપિયા પરત ન આપવાના મામલે બિલ્ડર પાસેથી વસૂલાત કરીને અરજદારને રકમ અપાવવાના આદેશ આપ્યા હતા. જ્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ગૌચર જમીન પર થયેલા પાકા બાંધકામના કેસમાં તાત્કાલિક જમીન માપણી કરીને યોગ્ય ન્યાય અપાવવા સૂચના આપી હતી.
BhupendraPatel મુખ્યમંત્રીએ જિલ્લા અને તાલુકા સ્વાગતમાં જ 100 ટકા રજૂઆતોના નિકાલ માટે અધિકારીઓને સક્રિયતા દાખવવા જણાવ્યું હતું. સાથે જ પડતર અરજીઓનો 15 દિવસથી એક મહિનામાં નિકાલ કરીને તેની વિગતો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવાના આદેશ આપ્યા હતા.
જે પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ શક્ય ન હોય તેમાં અરજદારોને સ્પષ્ટ માહિતી આપવા તેમજ વિભાગો વચ્ચેના પત્રવ્યવહારથી સમસ્યા વધુ જટિલ ન બને તેની પણ સૂચના આપવામાં આવી હતી. ગૌચર જમીન પરના દબાણના કેસોમાં માપણી ફી સરકાર ભરે તેવા દિશાનિર્દેશ પણ આપવામાં આવ્યા.
BhupendraPatel છેલ્લા છ મહિનાથી જિલ્લા સ્વાગતમાં પડતર રહેલી ફરિયાદોનું 31 જુલાઈ સુધીમાં સમાધાન કરીને અહેવાલ રજૂ કરવા તથા દર મહિનાના ચોથા મંગળવારે યોજાતા તાલુકા સ્વાગતમાં જિલ્લા અધિકારીઓ ફરજિયાત હાજર રહી અરજદારોના પ્રશ્નોના ઉકેલમાં સક્રિય ભાગ ભજવે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
BhupendraPatel આ ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન ત્રણેય જિલ્લાનાં અરજદારોને મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કરવાની તક મળી હતી, જેના કારણે તેમના પ્રશ્નોના નિરાકરણ અંગે વિશ્વાસ વધુ મજબૂત બન્યો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો