
અમદાવાદ (વાડજ) – ભાઈબીજના પવિત્ર દિવસે અમદાવાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાડજ વિસ્તારમાં પારિવારિક અણબણાવના કારણે સાળાએ પોતાના બનેવીની ક્રૂર હત્યા કરી નાંખી. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
🔴 ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, ભાવેશ મકવાણા નામના યુવકનો તેની પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો. ભાઈબીજના દિવસે પત્નીએ પોતાના ભાઈઓને આ બાબતે જાણ કરી, જેના બાદ બંને ભાઈઓ ગુસ્સે ભરાઈ ભાવેશના ઘરે પહોંચી ગયા.
ત્યાં બંને વચ્ચે તીવ્ર ઝઘડો થયો અને રોષે ભરાયેલા સાળાઓએ બનેવીને માર માર્યો બાદમાં પાંચમા માળેથી ફેંકી દીધો, જેના કારણે ભાવેશનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.
પારિવારિક અણબણાવનો લોહિયાળ અંત
મૃતકના પિતાના જણાવ્યા મુજબ, ભાવેશને થોડું દેવું હતું જેના કારણે પતિ-પત્ની વચ્ચે અણબણાવ રહેતી. પરંતુ ભાઈબીજના દિવસે નાનકડા ઝઘડાએ આખા પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો.
ભાઈબીજના દિવસે વાડજમાં બનેવીની હત્યા, અમદાવાદમાં ચકચાર
👮♂️ પોલીસ તપાસ ચાલુ
વાડજ પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કબજે લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસે સાળા સહિત અન્ય સંભવિત આરોપીઓ વિરુદ્ધ હત્યા (IPC 302) નો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ હત્યા પાછળનું મુખ્ય કારણ પતિ-પત્ની વચ્ચેનો લાંબા સમયથી ચાલતો વિવાદ છે.
ઘટનાએ શહેરમાં ફેલાવ્યો શોક અને ગુસ્સો
ભાઈબીજ જેવા શુભ દિવસે આવી હિંસક ઘટના બનતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સમાજના આગેવાનો અને પડોશીઓએ જણાવ્યું કે “આવો ક્રૂર બનાવ પરિવારના સંબંધો પર કલંક છે.
વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો