DESTROYED 160 KG INEDIBLE MATERIAL : રાજકોટ લોકમેળામાં 70 કિલો દાઝિયું તેલ, સડેલા બટાટા અને ગંધાતી ચટણી સહિત 160 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ

DESTROYED 160 KG INEDIBLE MATERIAL : રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા લોકમેળામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા અને અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ અટકાવવા માટે ફૂડ વિભાગ દરોડા પા્ડયા છે. આજે સવારે ફૂડ વિભાગની ટીમે મેળાના ફૂડ સ્ટોલ્સ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

DESTROYED 160 KG INEDIBLE MATERIAL : આ ચેકિંગ દરમિયાન 160 કિલોથી વધુ અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, જેમાં સડેલા બટાટા, વાસી ચટણી અને અન્ય વાસી ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 70 કિલો દાઝિયું તેલનો પણ નાશ કરાયો હતો તેમજ વેપારીઓને ટેમ્પરરી લાઇસન્સ બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

DESTROYED 160 KG INEDIBLE MATERIAL : લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડે છે અને ખાસ કરીને બાળકો અને પરિવારો વિવિધ પ્રકારના નાસ્તા અને વાનગીઓનો આનંદ લેતાં હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય એ માટે ફૂડ વિભાગ દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર પરમારના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં 50 જેટલા ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવ્યું છે.
ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમને અનેક સ્ટોલ પરથી અખાદ્ય પદાર્થો મળ્યા હતા, જેમાં ખાસ કરીને ફરસાણ બનાવવા માટે વાપરવામાં આવતું દાઝિયું તેલનો જથ્થો, સડેલા અને બિનઆરોગ્યપ્રદ બટાટા અને વાસી ચટણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક ચટણીઓ પર એક્સપાયરી ડેટ પણ લખવામાં આવી ન હતી. ફૂડ વિભાગ દ્વારા આ તમામ 160 કિલોથી વધુ અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.
DESTROYED 160 KG INEDIBLE MATERIAL : ચેકિંગ દરમિયાન 70 કિલો જેટલું દાઝિયું તેલ મળ્યું હતું, જેનો ઉપયોગ ખોરાક તળવા માટે ઉપયોગ થઈ રહ્યો હતો. આવા તેલનો વારંવાર ઉપયોગ કરવાથી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. ફૂડ વિભાગે આ દાઝિયું તેલનો પણ સ્થળ પર જ નાશ કર્યો હતો અને વેપારીઓને તાકીદ કરી હતી કે તેઓ માત્ર તાજા અને સ્વચ્છ તેલનો જ ઉપયોગ કરે. દાઝિયું તેલનો પ્રયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગના અધિકારી આર. આર.પરમારે જણાવ્યું હતું કે અત્યારે ઘણાં વર્ષોથી વેપારીઓને આઇ.ઈ.સી. (Information, Education & Communication) પ્રવૃત્તિ દ્વારા માહિતગાર કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ખાસ કરીને અખાદ્ય રંગોનો ઉપયોગ ઓછો થયો છે, જોકે આ તપાસ દરમિયાન લગભગ 160 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો, જેમાં વાસી બટાટા અને વાસી બાફેલી વાનગીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 70 કિલો દાઝિયું તેલનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
DESTROYED 160 KG INEDIBLE MATERIAL : પરમારે વધુમાં જણાવ્યું હતું કે વેપારીઓ પેકિંગવાળી ખાદ્ય ચીજોની એક્સપાયરી ડેટ અને બનાવટની તારીખ જોઈ વસ્તુઓ ખરીદે એ માટે તેમને જાગ્રત કરવામાં આવ્યા છે, જોકે અમુક વેપારીઓ પાસેથી એક્સપાયરી થયેલી વસ્તુઓ મળી આવતાં એનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ગઈકાલની વધેલી વસ્તુઓ ફરીથી માનવ વપરાશમાં ન જાય એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.
ફૂડ વિભાગના અધિકારી પરમારે જણાવ્યું હતું કે હાલ ચેકિંગ દરમિયાન જે વેપારીઓ પાસે ફૂડનું ટેમ્પરરી લાઇસન્સ ન હતું, તેમને તાત્કાલિક લાઇસન્સ લેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. કોઈ વેપારી વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતા જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં પણ ફૂડ વિભાગની ટીમો સતત મેળામાં પેટ્રોલિંગ કરશે અને ગુણવત્તા જાળવવા માટે પ્રયાસો કરશે.
DESTROYED 160 KG INEDIBLE MATERIAL : ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે શહેરમાં ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવતી હોય છે, જોકે હાલ જન્માષ્ટમીનાં તહેવારોમાં લોકો લોકમેળા અને ખાનગી મેળાઓમાં વધુ પ્રમાણમાં જુદી-જુદી વાનગીઓ આરોગતા હોય. આજે સવારથી 50 કરતાં વધુ વેપારીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી માત્રામાં અખાદ્ય પદાર્થો અને દાઝિયા તેલનો જથ્થો મળતાં એનો નાશ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં અન્ય ખાનગી મેળાઓમાં પણ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે એવી શક્યતા છે.