EX-SERVICEMENTS AGITATION TILL 19 DAYS : ગાંધીનગર ખાતે માજી સૈનિકોએ ધ્વજવંદન કર્યુ, માજી સૈનિકોનું 19 દિવસથી આંદોલન, 5 સૈનિકો પ્રતીક ઉપવાસ પર

EX-SERVICEMENTS AGITATION TILL 19 DAYS : ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચલાવવામાં આવી રહેલું ‘ઓપરેશન અનામત’ આંદોલન આજે 19માં દિવસે પણ ચાલુ રહ્યું છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ‘ગુજરાત માજી સૈનિક સંગઠન’ દ્વારા 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચ સૈનિકો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. આ આંદોલન સરકાર દ્વારા માજી સૈનિકોની ભરતીમાં લાગુ કરાયેલા લઘુત્તમ લાયકાત ધોરણો સામે વિરોધ છે.

માજી સૈનિકોની મુખ્ય માંગણી સરકારી નોકરીઓમાં અનામતના અમલીકરણની છે. આ ઉપરાંત ખેતી અને પ્લોટિંગ માટે જમીન, હથિયાર લાઇસન્સ, અને પગાર રક્ષણ જેવા મુદ્દાઓ પર પણ તેઓ સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ નિયમો હોવા છતાં તેનું યોગ્ય પાલન થતું નથી, જેના કારણે વિસંગતતાઓ સર્જાય છે.

માજી સૈનિક સેવા સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે જણાવ્યું કે, ’આજે અમારા આંદોલનને 19 દિવસ પૂરા થયા છે. અનામતના અમલીકરણને લઈને અમે ધરણા પર બેઠા છીએ. સરકાર સાથે વાતચીત ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ સુખદ નિરાકરણ આવ્યું નથી.
તેને વધુમાં ઉમેર્યું કે, આથી અમારા પાંચ સૈનિકો આજે પ્રતીક ઉપવાસ પર બેઠા છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ સૈનિકોને રોડ પર બેસવું ન પડે અને વહેલી તકે આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં આવે, કારણ કે આ ગુજરાત માટે એક કલંક છે.’
નિમાવતે વધુમાં જાહેરાત કરી કે, જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તારીખ 19 ઓગસ્ટ, 2025ના રોજ એક મહારેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં અંદાજે ત્રણથી ચાર હજાર ભૂતપૂર્વ સૈનિકો જોડાશે. જો આ પછી પણ નિરાકરણ નહીં આવે, તો અન્ય સંગઠનો અને આમ જનતાના સહયોગથી સમગ્ર ગુજરાતમાં એક વિશાળ જનમેદની ભેગી કરીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો