ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી, SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત, 45 દિવસમાં રિપોર્ટ

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી, SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત, 45 દિવસમાં રિપોર્ટ

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ

ગુજરાતમાં પણ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. ઉત્તરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય બની જશે. આ માટે સરકાર દ્વારા સુપ્રીમકોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે. સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરી આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે.

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે. નોંધપાત્ર બાબત છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આદિવાસી સમાજના નીતિ-નિયમો, રીતિ-રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે એની પણ ખાતરી આપવામાં આવી છે.

યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત છે. દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે બધા નાગરિકોને તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડ અનુસાર બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ થાય છે.

સુપ્રીમકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરાશે. અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈ.એ.એસ. સી.એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફ હશે.

યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજના નીતિ-નિયમો, રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે., કોઈપણ પ્રકારે આદિવાસી સમાજના કોઈ રિતી-રિવાજો, કાનુનો કે અધિકારોને અસર નહિ થાય. અનુસૂચિત જનજાતિઓને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. ટ્રાન્સજેન્ડરો અને પૂજા પદ્ધતિઓ અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતોમાં કોઈ દખલ કરવામાં આવી નથી.

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ : UCCના અમલીકરણથી ધાર્મિક માન્યતાઓ કે રિવાજોમાં કોઈ જ બાબત નહિ બદલાય. લોકોના ખાનપાન, પૂજા,ડ્રેસિંગ વગેરે પર કોઈ અસર નહિ.

સમાન નાગરિક સંહિતા: કમિટી દરેક ધર્મગુરુઓનાં સૂચનો મેળવીને ડ્રાફ્ટ તૈયાર કરશે

370 કલમ નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારીશક્તિ વંદના અધિનિયમ અને ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટેના જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપ્યાં હતાં તે વચનો એક પછી એક પૂર્ણ થઈ રહ્યાં છે. એ જ દિશામાં આગળ વધતાં વડાપ્રધાન સમાન નાગરિક ધારાના અમલ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત તેમના સંકલ્પોને સાકાર કરવા હંમેશા પ્રતિબદ્ધ – ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ : યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરીને તેમના નીતિ-નિયમો, રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેનાથી કોઈપણ પ્રકારે આદિવાસી સમાજના કોઈ રિતી-રિવાજો, કાનુનો કે અધિકારોને અસર નહિ થાય -હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ

જસ્ટિસ રંજના દેસાઇ બંને રાજ્યની UCC ડ્રાફ્ટ કમિટીમાં સામેલ

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ : કૉમન સિવિલ કૉડ લાવનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. આ પહેલા ઉત્તરાખંડ આ કાયદો લાગુ કરી ચૂક્યું છે. જો કે ગોવામાં 1867થી જ કૉમન સિવિલ કૉડ લાગુ છે. ત્યાં આ કાયદો પોર્ટુગલ શાસનમાં લાગુ કરાયો હતો. રસપ્રદ વાત એ છે કે જેમણે ઉત્તરાખંડમાં નાગરિક સંહિતા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી એ નિવૃત્ત જજ જસ્ટિસ રંજના દેસાઈ પર ગુજરાતે પણ ભરોસો મૂક્યો છે.

સુપ્રીમકોર્ટના જજ તરીકે રંજના દેસાઈએ વિવિધ મહત્ત્વના ચુકાદા આપ્યા છે. જેમાં કાળુંનાણું, અને નિત્યાનંદ કેસમાં પોટેન્સી ટેસ્ટ અંગે આપવામાં આવેલા ચુકાદા સામેલ છે. કસાબને ફાંસી પર લટકાવવાનો આદેશ આપનાર બેન્ચમાં પણ જસ્ટિસ દેસાઈ સામેલ હતાં.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *