માંડવી નગરપાલિકાએ રખડતા ઢોર પકડવાની જાહેરાત કરી પરંતુ શહેરમાં ઢોરો નો ત્રાસ યથાવત

માંડવી નગરપાલિકાએ રખડતા ઢોર પકડવાની જાહેરાત કરી પરંતુ શહેરમાં ઢોરો નો ત્રાસ યથાવત

રખડતા ઢોર
રખડતા ઢોર

માંડવી શહેરમાં ઢોરની સમસ્યા વકરી રહી છે. સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે આ સમસ્યા મોટો પડકાર બની છે. શહેરના આઝાદ ચોકથી રૂકમાવતી બ્રિજ સુધીના વિસ્તારમાં  ઢોરનો જમાવડો જોવસ્થાનિક લોકોની વારંવારની રજૂઆતો બાદ નગરપાલિકાએ ગત સોમવારે  ઢોર પકડવાની જાહેરાત કરી હતી. પાલિકાએ રીક્ષામાં જાહેરાત કરીને ઢોર માલિકોને પોતાના પશુઓનો કબજો લેવા જણાવ્યું હતું.

ઢોર
ઢોર

જો કે, ન તો ઢોર માલિકોએ પોતાના પશુઓની સંભાળ લીધી કે ન તો પાલિકાએ કોઈ પગલાં લીધા. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ,  ઢોરને કારણે રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે. રૂકમાવતી બ્રિજ પર ઢોરના જમાવડાથી વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે પાલિકા આ સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક પગલાં લે.

માંડવી એક પ્રવાસન સ્થળ હોવાથી અહીં દેશ-વિદેશથી સહેલાણીઓ આવે છે. રખડતા ઢોરની સમસ્યા શહેરની સુંદરતા અને સલામતી માટે જોખમરૂપ બની રહી છે. સ્થાનિક લોકોમાં પાલિકાની નિષ્ક્રિયતાને કારણે રોષની લાગણી જોવા મળી રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *