ED RAIDS ON ANIL AMBANI COMPANIES : યસ બેંકની ₹3000 કરોડની લોનના કેસને કારણે અનિલ અંબાણીના 35થી વધુ સ્થળોએ EDના દરોડા, SBIએ પણ ‘ફ્રોડ’ જાહેર કર્યા

ED RAIDS ON ANIL AMBANI COMPANIES : યસ બેંકની ₹3000 કરોડની લોનના કેસને કારણે અનિલ અંબાણીના 35થી વધુ સ્થળોએ EDના દરોડા, SBIએ પણ ‘ફ્રોડ’ જાહેર કર્યા

ED RAIDS ON ANIL AMBANI COMPANIES
ED RAIDS ON ANIL AMBANI COMPANIES

ED RAIDS ON ANIL AMBANI COMPANIES : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે, 24 જુલાઈએ મુંબઈમાં અનિલ અંબાણીની કંપનીઓ સાથે જોડાયેલાં લગભગ 50 સ્થળે દરોડા પાડ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) અને તેના માલિક અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યાના થોડા દિવસો બાદ જ આ દરોડા પાડવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા નોંધાયેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (એનએફઆરએ) જેવી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે.

EDના જણાવ્યા અનુસાર, 2017થી 2019 દરમિયાન યસ બેંક પાસેથી 3,000 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. આ રકમ કથિત રીતે નકલી કંપનીઓ અને અન્ય ગ્રુપ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે યસ બેંકના અધિકારીઓને લાંચ આપવામાં આવી હોઈ શકે છે.

ED RAIDS ON ANIL AMBANI COMPANIES
ED RAIDS ON ANIL AMBANI COMPANIES

ED RAIDS ON ANIL AMBANI COMPANIES : થોડા દિવસ પહેલાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અનિલ અંબાણીની ગ્રુપ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીને “ફ્રોડ” જાહેર કર્યા હતા. RComના લોન એકાઉન્ટને છેતરપિંડીની કેટેગરીમાં મૂકવામાં આવ્યું હતું અને એના વિશેની માહિતી 24 જૂન 2025ના રોજ રિઝર્વ બેંક (RBI)ને આપવામાં આવી હતી.

SBIનું કહેવું છે કે RComએ બેંક પાસેથી લીધેલી 31,580 કરોડ રૂપિયાની લોનનો દુરુપયોગ કર્યો હતો. એમાંથી લગભગ 13,667 કરોડ રૂપિયા અન્ય કંપનીઓની લોન ચૂકવવામાં ખર્ચવામાં આવ્યા હતા. 12,692 કરોડ રૂપિયા રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ નિયમોના વિરુદ્ધ હતું.

SBIએ એમ પણ કહ્યું હતું કે તે આ મામલે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયામાં છે. આ ઉપરાંત અનિલ અંબાણી વિરુદ્ધ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT), મુંબઈમાં પર્સનલ નાદારીની કાર્યવાહી પણ ચાલી રહી છે.

મુકેશ અંબાણી 1981માં અને અનિલ અંબાણી 1983માં રિલાયન્સમાં જોડાયા હતા. ધીરુભાઈ અંબાણીનું જુલાઈ 2002માં નિધન થયું. તેઓ કોઈ વસિયત લખીને ગયા નહોતા. મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપના ચેરમેન બન્યા અને અનિલ અંબાણી મેનેજિંગ ડિરેક્ટર બન્યા.

નવેમ્બર 2004માં બે ભાઈઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચેનો વિવાદ પહેલીવાર સામે આવ્યો હતો. ધીરુભાઈ અંબાણીનાં પત્ની કોકિલાબેન પરિવારમાં ચાલી રહેલા આ વિવાદથી નારાજ હતાં, ત્યાર બાદ બિઝનેસનું વિભાજન થયું.

આ વિભાજન જૂન 2005માં થયું હતું, પરંતુ કયા ભાઈને કઈ કંપની મળશે એ નિર્ણય 2006 સુધી ચાલુ રહ્યો. ICICI બેંકના તત્કાલીન ચેરમેન વી.કે. કામથને પણ આ વિભાજનમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

ભાગ પડ્યા પછી મુકેશ અંબાણીના ભાગે પેટ્રોકેમિકલ્સ બિઝનેસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન પેટ્રોલિયમ કેમિકલ્સ કોર્પ લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જેવી કંપનીઓ આવી હતી.

ED RAIDS ON ANIL AMBANI COMPANIES
ED RAIDS ON ANIL AMBANI COMPANIES

ED RAIDS ON ANIL AMBANI COMPANIES : નાના ભાઈ અનિલ પાસે આરકોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ એનર્જી, રિલાયન્સ નેચરલ રિસોર્સિસ જેવી કંપનીઓ હતી. આ પછી મુકેશના નેતૃત્વ હેઠળની કંપનીઓ સતત ગ્રો કરી રહી છે, જ્યારે અનિલના ભાગમાં આવેલી કંપનીઓની સ્થિતિ કથળી ગઈ છે.

LIVE  : Anil Ambani Raided: ED Probes Over 35 Premises, 50 Companies, 25 People

 

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Shravan Subhechchha
Shravan Subhechchha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *