278 DEATH IN PLANE CRASH : અમદાવાદ પ્લેન ક્રેશનો મૃતકાંક 278ને સ્પર્શી ગયો છે. 31 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ

278 DEATH IN PLANE CRASH : એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટના બાદ હવે કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન બી જે મેડિકલ કોલેજની મેસ પર વિમાનની ટેલમાં ફસાયેલો એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિવાય બીજા બે મૃતદેહ ભડથું થયેલા મળ્યા હતાં. આ સાથે અમદાવાદ પ્લેન ક્રેશનો મૃતકાંક 278ને સ્પર્શી ગયો છે. યુવતીનો મૃતદેહ ફ્લાઇટની ક્રુ-મેમ્બરનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ, DNA મેચ કરવાની સાથે એક મૃતદેહ પાસેથી મળી આવેલી ચીજવસ્તુઓના આધારે પણ ઓળખ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
278 DEATH IN PLANE CRASH : અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મીડિયા બ્રીફમાં સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીન્ટેડન્ટ રજનીશ પટેલે કહ્યું કે અત્યાર સુધી કુલ 31 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે અને 12 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે.
278 DEATH IN PLANE CRASH : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમના પરિવારના સભ્યો ગાંધીનગરથી રાજકોટ પહોંચશે. આ સાથે રુપાણીના ઘરે રાજકોટમાં અંતિમ દર્શનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે પુરષોત્તમ રૂપાલા ફરી એકવાર પૂર્વ સીએમ રૂપાણીના પરિજનોને સાંત્વના આપતા ગાંધીનગરમાં આવેલા તેમના બંગ્લે પહોંચ્યા હતા.
278 DEATH IN PLANE CRASH : એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતુ વિમાન તૂટી પડ્યા બાદ છેલ્લાં બે દિવસથી એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ તેમજ અન્ય એજન્સીઓના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં શનિવારે મેસ પર વિમાનની ટેલના ભાગે કાટમાળ દૂર કરવાની કામગીરી દરમિયાન એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કટરની મદદથી લોખંડ દ્વારા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર અને હોસ્ટેસનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
278 DEATH IN PLANE CRASH : મૃતકની ઓળખ કરવા માટે ક્રુ- મેમ્બર્સના પરિવારને જાણ કરવામાં આવી છે. જેમાં સ્થળ પરથી મળી ડીએનએ સિવાય સ્થળ ઉપરથી મળી આવેલી ચીજ વસ્તુઓના આધારે ઓળખ કરવામાં આવશે. આ સિવાય મેશની અગાસી પર ફેલાયેલા કાટમાળમાંથી વધુ બે મૃતદેહો ભડથું થયેલી હાલતમાં મળી આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 278 પહોંચ્યો છે. જોકે, હજુ અનેક લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
278 DEATH IN PLANE CRASH : નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે પ્લેન ક્રેશ થાય છે, ત્યારે તેની અંદર ખૂબ જ મોટી જ્વાળાઓ ઊભી થાય છે. જેના કારણે તાપમાન ખૂબ જ વધી જતું હોય છે. આવા સંજોગોમાં અકસ્માતનો ભોગ બનેલા પેસેન્જરોના શરીરમાં ડીએનએ જેનાથી તેની ઓળખ થઈ શકે, તે ખૂબ ઓછી માત્રામાં મળતા હોય છે. તાજેતરની વિમાન દુર્ઘટનામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. લગભગ 36 ડીએનએના નિષ્ણાંતો દ્વારા સતત 24 કલાકથી મેચિંગ કરવા માટેના પરીક્ષણો શરૂ છે.
278 DEATH IN PLANE CRASH : સેમ્પલના પરીક્ષણની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં થતી હોય છે, ખૂબ જટિલ પ્રકારની હોય છે. જેના કારણે મૃતકની ઓળખ કરવામાં સમય લાગતો હોય છે. આ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના સેમ્પલ એકઠા કરીને તેમના વાલી વારસદારોને ફોર્મ ભરાવવામાં આવે છે. જેમાં મૃતકના માતા, પિતા, દીકરા, દીકરીના નામ સહિતની વિગતો નોંધવામાં આવે છે. મેચિંગ માટે એક મૃત દેહમાંથી એકથી વધુ સેમ્પલ લેવામાં આવે છે. ઘણીવાર પૂરતી માત્રામાં ડીએનએ નહીં મળતા વારંવાર રીપીટ કરીને પણ એનાલિસિસ કરવામાં આવે છે. આમ આ જટિલ પ્રક્રિયામાં 36 થી 48 કલાક સુધી બેચવાઇઝ પરીક્ષણ કરવામાં આવે છે.
278 DEATH IN PLANE CRASH : મૃતદેહ સોંપવાને મામલે સિવિલ હોસ્પિટલમાં આજે મૃતકોના સ્વજનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મૃતદેહ સોંપવાની પ્રક્રિયા ક્યારે પૂરી થશે તેવું સ્વજનો પૂછવા ગયા ત્યારે અધિકારીએ એવો જવાબ આપ્યો કે, હજુ વાર લાગશે, રાહ જુઓ. જેની સાથે જ સ્વજનોએ પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. તેમણે બળાપો ઠાલવતા કહ્યું કે, ડૉક્ટરો ઓછા પડતા હોય તો બીજા જિલ્લા કે બીજા રાજ્યથી બોલાવો. પરંતુ અમને અમારા સ્વજનોના મૃતદેહ ઝડપથી સોંપો. અધિકારીએ તેમને શાંત પાડતાં કહ્યું કે, ડીએનએ સેમ્પલના મેચ માટે 72 કલાકનો સમય લાગી જતો હોય છે. સેમ્પલ મેચ સહિતની પ્રક્રિયા થયા બાદ જ અમે મૃતદેહ સોંપી શકીએ.