AMIT KHUNT SUICIDE CASE : અમિત ખૂટ આત્મહત્યા કેસમાં સગીરાના નિવેદનથી જયરાજસિંહ અને ગણેશ કુંડલની ચાલ ખુલ્લી પડી

AMIT KHUNT SUICIDE CASE : અમિત ખૂટ આત્મહત્યા કેસમાં સગીરાના નિવેદનથી જયરાજસિંહ અને ગણેશ કુંડલની ચાલ ખુલ્લી પડી

AMIT KHUNT SUICIDE CASE
AMIT KHUNT SUICIDE CASE

સગીરાએ કહ્યું કે, ‘મારા પરિવારને પણ ધાકધમકી આપવામા આવી હતી’ જયરાજસિંહ જાડેજાના માણસોએ નિવેદન માટે દબાણ કર્યાનો આક્ષેપ કરાયો છે.

AMIT KHUNT SUICIDE CASE : સગીરાએ કહ્યું કે, ‘મારા પરિવારને પણ ધાકધમકી આપવામા આવી હતી’ જયરાજસિંહ જાડેજાના માણસોએ નિવેદન માટે દબાણ કર્યાનો આક્ષેપ કરાયો છે.

રાજકોટના રીબડામાં અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. જે સમગ્ર મામલે આરોપી સગીરાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જયરાજસિંહ જાડેજાના માણસોએ નિવેદન માટે દબાણ કર્યાનો આક્ષેપ કરાયો છે. સગીરાએ કહ્યું કે, ‘પોલીસે પણ જયરાજસિંહ કહે તેવું નિવેદન આપવા દબાણ કર્યું છે’

સગીરાએ કહ્યું કે, ‘મારા પરિવારને પણ ધાકધમકી આપવામા આવી હતી’ અત્રે જણાવીએ કે ‘વકીલ મારફતે સગીરાએ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નિવેદન આપ્યું છે જેના પગલે વકીલે સમગ્ર કેસમાં બીજો ગુનો દાખલ કરવાની માંગ કરી છે.

તેમણે કહ્યું કે, ‘એ લોકોએ જે નામ આપ્યા હતા એ મને નામ આપવાનું કહ્યું હતું તેમજ કેસમાંથી મને નામ કાઢવાની તેમજ પૈસાની એવી બધી લાલચ આપી હતી. અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ છે જેમને હું ઓળખતી પણ નથી છતા પણ તેમણે મને નામ આપવાનું કહ્યું હતું’

AMIT KHUNT SUICIDE CASE : સમગ્ર કેસની વિગતે વાત કરીએ તો મે મહિનાની શરુઆતમાં અમિત ખૂંટનો આપઘાત કેસ નોધાયો હતો. અમિત ખૂંટ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયાના બીજા જ દિવસે અમિત ખૂંટે આપઘાત કર્યો હતો. જે કેસમાં 4 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. સ્યુસાઈડ નોટમાં રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવ્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી. 5 લોકોમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું પણ નામ હતું. આ 5 લોકોમાં આજે નિવેદન આપનાર સગીરાનું પણ નામ હતું. આજે સગીરાએ નિવેદન આપતા કેસમાં મોટો વણાંક સામે આવ્યો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *