ONLY 4 FEMALE GORAD IN KUTCH : કચ્છમાં બચેલી 4 માદા ધોરાડ ને બચાવવા જેસલમેર થી ઈંડાઓ અથવા ઘોરાડ હવાઈમાર્ગે લાવવા વિચારણા

ONLY 4 FEMALE GORAD IN KUTCH : કચ્છમાં બચેલી 4 માદા ધોરાડ ને બચાવવા જેસલમેર થી ઈંડાઓ અથવા ઘોરાડ હવાઈમાર્ગે લાવવા વિચારણા

ONLY 4 FEMALE GORAD IN KUTCH 1
ONLY 4 FEMALE GORAD IN KUTCH 1

ONLY 4 FEMALE GORAD IN KUTCH : કચ્છમાં બચેલી છેલ્લી ચાર માદા ઘોરાડને બચાવવા કેન્દ્ર સરકારે ચિંતા સેવી છે, આ વચ્ચે દિલ્હી અને રાજસ્થાન વનવિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં બચેલી છેલ્લી ચાર માદા ઘોરાડને રેડિયો કોલર ટેગ કરવા, રાજસ્થાનથી કેટલાક ઘોરાડને કચ્છ ખસેડવા અને જમ્પ સ્ટાર્ટ પદ્ધતિ અપાવવા મુદ્દે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો છે.

ONLY 4 FEMALE GORAD IN KUTCH
ONLY 4 FEMALE GORAD IN KUTCH

ONLY 4 FEMALE GORAD IN KUTCH : જો આ આયોજન પર કેન્દ્રની મહોર લાગશે, તો જેસલમેરથી હવાઈમાર્ગે ફળદ્રુપ ઈંડાઓ અથવા ઘોરાડ ભુજ એરપોર્ટ સુધી અને ત્યાંથી નલિયા લઇ જવા આયોજન ઘડાઈ રહ્યું છે. નેશનલ બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પી.એમ મોદી હાજર હતા, તેમાં પ્રસ્તાવ મુકતા સદસ્ય ડો.એચ એસ સિંઘે જણાવ્યું કે, જમ્પ સ્ટાર્ટ પદ્ધતિ અપનાવવામાં આવશે, તો એ એક ઐતિહાસિક સિદ્ધિ હશે. માર્ચથી ઓક્ટોબર દરમ્યાન માદા ઘોરાડ આ ઈંડા આપતી હોય છે.

રાજસ્થાનના ડેઝર્ટ નેશનલ પાર્ક જેસલમેરમાં ઘોરાડના કૃત્રિમ સંવર્ધન કેન્દ્રમાં ઘોરાડ પક્ષીની સમયાંતરે એક નવી પેઢી તૈયાર થઇ રહી છે, તે ગુજરાત માટે આશાનું કિરણ છે. ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડો.જયપાલ સિંઘે ભાસ્કરને જણાવ્યું કે, નેશનલ બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીમાં આ પ્રસ્તાવ મૂકાયો છે, જેમાં રાજસ્થાનથી ઘોરાડની કેટલીક વસ્તી ગુજરાત લાવવી, જમ્પ સ્ટાર્ટ અને રેડિયો કોલર ટેગ સહિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. સીસીએફ ડો. સંદીપ કુમારે જણાવ્યું કે, વનવિભાગ ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે.

કચ્છ એકમાત્ર એવું સ્થાન છે, કે જ્યાં બસ્ટર્ડ પરિવારના ત્રણ પક્ષીઓ ઘોરાડ, ખડમોર અને હુબારા અહીંયા જોવા મળે છે. વર્ષ ૨૦૦૭માં જ્યાં ૪૮ ઘોરાડ હતા તેના સ્થાને માત્ર ચાર માદા ઘોરાડ બચ્યા છે. વીજલાઇન, પવનચક્કી અને દબાણ સહિતના ખતરા યથાવત છે. એટલે નવી વસ્તી લાવવી કે, ફળદ્રુપ ઈંડા. યોગ્ય નિર્ણય લઇ ભયસ્થાનો પણ દૂર કરવા જરૂરી બન્યા છે. નહીંતર એનું જીવન પણ ઝેર બની જશે.

ONLY 4 FEMALE GORAD IN KUTCH : કચ્છમાં બચેલી છેલ્લી ચાર માદા ઘોરાડ ઈંડાઓ સેવે છે, અફસોસ સાથે તે બિનફળદ્રુપ હોય છે. કારણ કે, વર્ષ ૨૦૧૮થી નર ઘોરાડ ગુમ છે. સામાન્ય રીતે, એક માદા વર્ષમાં એક અથવા બે ઈંડા આપે છે. જમ્પ સ્ટાર્ટ પદ્ધતિમાં આયોજન એવું છે કે, જયારે કચ્છની માદા ઘોરાડ બિનફળદ્રુપ ઈંડુ સેવે છે, આ સમયે રાજસ્થાનથી જે ઘોરાડ માદા ફળદ્રુપ ઈંડુ સેવેલું હોય તેને અહીં લાવવામાં આવે અને બદલી દેવામાં આવે. જેથી કચ્છની માદા ઘોરાડ ફળદ્રુપ ઈંડુ સેવી શકે. આ આયોજન માટે, ઈંડાને બાય-રોડ લાવવું મુશ્કેલ છે. એટલે જેસલમેર અને ભુજ વચ્ચે હવાઈમાર્ગે લાવવા આયોજન ઘડાઈ રહ્યું છે. આ ચર્ચા આજકાલની નથી, વર્ષ ૨૦૧૬માં પણ આ ચર્ચાઓ થઇ હતી, પણ રાજસ્થાનની સરકારે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.

આઝાદીથી આજ દિવસ સુધી રાજ્યમાંથી કોઈ પક્ષી પ્રજાતિ વિલુપ્ત થઇ નથી, ઘોરાડ વિલુપ્તીના આરે છે. આ પ્રયાસ દ્વારા ઘોરાડને બચાવવાની સુવર્ણ તક છે. પ્રધાનમંત્રી મોદી ઘોરાડને અજોડ નજરાણું ગણાવી ચૂક્યા છે, ત્યારે તેનું સંવર્ધન ખૂબ જરૂરી બન્યું છે તેમ આઈ.યુ.સી.એન બસ્ટર્ડ વિશેષજ્ઞ સમિતિના સભ્ય દેવેશ ગઢવીએ જણાવ્યું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *