
કચ્છ (KUTCH) માં સિંદૂર વન પાર્ક નું નિર્માણ કરાશે
ભારત પાકિસ્તાનની સરહદે કચ્છ KUTCH જિલ્લા માં ગુજરાત સરકારે ઓપરેશન સિંદૂર ના સન્માન માટે એક મોટું પગલું ભર્યું છે ભારતીય જવાનોએ આતંકવાદીઓના ઘરમાં ઘૂસી આતંકવાદનો ખાત્મો કર્યો છે. ત્યારે ઓપરેશન સિંદૂરના સન્માનમાં કચ્છ KUTCH જિલ્લા ના મુખ્ય મથક ભુજ ખાતે વિશેષ સ્મારક નું નિર્માણ કરાશે જેનું નામ ઓપરેશન સિંદૂર ના નામે હશે.
આ પાર્ક કચ્છ જિલ્લા ભારત પાકિસ્તાન સરહદ પર ભુજ ખાતે બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ નો હેતુ માત્ર સંરક્ષણ દળો ના બલિદાનને માન આપવાનો નથી પરંતુ મુશ્કેલ સમયમાં દેશ સાથે ખભા મિલાવીને ઊભા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવનાર સામાન્ય નાગરિકોની એકતા ને સલામ કરવાનો પણ છે.

કચ્છ કલેકટર આનંદ પટેલ ના જણાવ્યા અનુસાર સિંદૂર વન ૮ હેક્ટર માં ફેલાયેલી વન વિભાગની જમીન પર બનાવવામાં આવશે આ જમીન મિરઝાપર વિસ્તારમાં ભુજ માંડવી રોડ નજીક સ્થિત છે જ્યાં pm modi ઓપરેશન સિંદૂર પછી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન જાહેર સભાને સંબોધી હતી. આ કાર્યક્રમમાં ભુજ એરબેજ સમારકામમાં ફાળો આપનાર માધાપર ની વિરાંગનાઓનો સન્માન પણ કરાયો હતો અને તેઓ દ્વારા પ્રધાનમંત્રી ને સિંદૂર નો છોડ ભેટ અપાયો હતો જેના પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે pmo હાઉસમાં વટ વૃક્ષ તરીકે આ છોડ ખીલશે .

સિંદૂર છોડની સાથે જંગલમાં અન્ય વનસ્પતિ ના છોડ વાવવામાં આવશે
વન વિભાગના જણાવ્યા અનુસાર, આ પાર્ક થીમ આધારિત હશે અને સિંદૂર છોડની સાથે લગભગ 35 અન્ય સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓનું ગાઢ વાવેતર કરવામાં આવશે. કચ્છ સર્કલના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યું હતું કે તેને ‘વન કવચ’ અથવા ‘માઇક્રો ફોરેસ્ટ’ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પાર્કમાં ભીંતચિત્રો અને આર્મી, એરફોર્સ, નેવી અને બીએસએફ જેવા વિવિધ દળોને સમર્પિત વિભાગો હશે. આ સાથે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાતા લડાઇ સામગ્રી અને વિમાનોના ડાયરામા પણ સ્થાપિત કરવામાં આવશે, જેથી મુલાકાતીઓ યુદ્ધના અનુભવને નજીકથી સમજી શકે.
સિંદૂર જંગલનો એક ભાગ 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત કરવામાં આવશે, જેમાંથી ત્રણ ગુજરાતના હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન, ગુજરાતના ભૂજ સેક્ટર અને રાજસ્થાનના બાડમેર સેક્ટરમાં 600થી વધુ મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતા, જેમાંથી 40 ટકા હુમલા ગુજરાત વિસ્તારમાં થયા હતા. BSF ગુજરાત ફ્રન્ટિયર IG અભિષેક પાઠકે જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા દળોએ અપ્રતિમ સમર્પણ સાથે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.