BALOCHISTAN ATTACK PAK ARMY BUS : પાકિસ્તાનમાં બલૂચ બળવાખોરોએ લશ્કરી બસને ઉડાવી

પાકિસ્તાનમાં આસીમ મુનીરના પ્રમોશનના બીજા જ દિવસે બલુચિસ્તાનમાં બલૂચ બળવાખોરોએ લશ્કરી બસ પર હુમલો કર્યો, જેમાં ઘણા સૈનિકો માર્યા ગયા અને ઘાયલ થયા.

પાકિસ્તાનમાં આસીમ મુનીરના પ્રમોશનના બીજા જ દિવસે તરત જ બલુચિસ્તાનમાં એક મોટો હુમલો થયો છે. બલુચિસ્તાનના ખુઝદાર ઝીરો પોઈન્ટ પાસે એક મોટો વિસ્ફોટ થયો છે. બલૂચ બળવાખોરોએ દાવો કર્યો છે કે, તેમણે પાકિસ્તાની સેનાની બસને નિશાન બનાવી હતી. આ બસ એક લશ્કરી કાફલાનો ભાગ હતી, જે કેન્ટ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.
સ્થાનિક લોકો અને સૂત્રોનું કહેવું છે કે, આ વિસ્ફોટમાં ઘણા સૈનિકો માર્યા ગયા અને ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે મૃતકોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી. વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. બલૂચ બળવાખોરોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

જોકે, બીજી તરફ બુધવાર, 21 મેના રોજ બલુચિસ્તાનના કુઝદારમાં એક સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 5 લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, મૃતકોમાં 4 બાળકોનો સમાવેશ થાય છે. એપી અધિકારીઓએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે, અશાંત દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનમાં એક સ્કૂલ બસને નિશાન બનાવીને કરાયેલા આત્મઘાતી કાર બોમ્બ હુમલામાં ચાર બાળકો માર્યા ગયા અને 38 ઘાયલ થયા, હાલમાં આ હુમલો કોણે કર્યો તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

BALOCHISTAN ATTACK PAK ARMY BUS : પાકિસ્તાને હાર છતાં અસીમ મુનીરને પ્રમોશન આપ્યા બાદ, બળવાખોરોએ આ હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા છે. મુનીર પાકિસ્તાનના બીજા ફિલ્ડ માર્શલ છે. જોકે, નિષ્ણાતો તેને બળવાના સંકેત તરીકે જોઈ રહ્યા છે. તે લોકશાહી વ્યવસ્થા પર લશ્કરી શાસન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેનો ફાયદો આખરે ચીનને થશે. નિષ્ણાતો માને છે કે, મુનીરની ધાર્મિક રાષ્ટ્રવાદમાં શ્રદ્ધા અને આતંકવાદીઓ સાથેના તેના સંબંધો પાકિસ્તાન પર તેની પકડ મજબૂત બનાવશે.
બલુચિસ્તાનમાં પહેલા પણ વિસ્ફોટ થયો
BALOCHISTAN ATTACK PAK ARMY BUS : આ પહેલા સોમવારે પણ બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. બલુચિસ્તાન પ્રાંતના એક બજાર પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. રવિવારે બલુચિસ્તાનના કિલ્લા અબ્દુલ્લા જિલ્લામાં જબ્બર બજાર નજીક આ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ, વિસ્ફોટ બાદ ઘણી દુકાનોને નુકસાન થયું હતું અને વિવિધ સંસ્થાઓમાં આગ લાગી હતી. કિલા અબ્દુલ્લાના ડેપ્યુટી કમિશનર રિયાઝ ખાને જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા છે અને 20 અન્ય ઘાયલ થયા છે.

BALOCHISTAN ATTACK PAK ARMY BUS : તેમણે કહ્યું કે, બજાર ફ્રન્ટિયર કોર્પ્સ (FC) કિલ્લાની પાછળની દિવાલ પાસે આવેલું હતું અને વિસ્ફોટ પછી, અજાણ્યા હુમલાખોરો અને FC કર્મચારીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. વિસ્ફોટ બાદ, અધિકારીઓએ વિસ્તારને સીલ કરી દીધો હતો અને મોટા પાયે શોધ અને સ્થળાંતર કામગીરી શરૂ કરી હતી. ઘાયલોમાં આદિવાસી વડીલ હાજી ફૈજુલ્લા ખાન ગાબીઝાઈના સુરક્ષા ગાર્ડ અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા, ખુઝદાર જિલ્લાના નાલ વિસ્તારમાં એક ‘ચેકપોસ્ટ’ પર અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા ઘાતક ગોળીબારમાં ચાર લેવી કર્મચારીઓના મોત થયા હતા.