MANDVI : 30 મી માર્ચ રવિવારે માંડવીમાં સતત 13 માં વર્ષે નિઃશુલ્ક “છાસકેન્દ્ર “નું લોકાર્પણ કરાશે.

MANDVI : 30 મી માર્ચ રવિવારે માંડવીમાં સતત 13 માં વર્ષે નિઃશુલ્ક “છાસકેન્દ્ર “નું લોકાર્પણ કરાશે.

MANDVI
MANDVI
  • દરરોજ 550 જરૂરત મંદ પરિવારોને વિનામૂલ્યે છાશ અપાશે.
  • ત્રણ માસમાં 50 હજાર લિટર છાશનું નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન.
MANDVI : જૈન સેવા સંસ્થા,” નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર”- ભુજ ના ઉપક્રમે, દાતા માતૃશ્રી કમલાવંતીબેન શશીકાંતભાઈ ખીમજીભાઈ મોરબીયા,માંડવી હાલે ભુજ ના સહયોગ થી તા. 30/ 3, રવિવાર ના રોજ માંડવી માં સતત 13 વર્ષે નિઃશુલ્ક “છાસકેન્દ્ર”નું લોકાર્પણ કરાશે.
 
MANDVI : વાગડ સમુદાયના જૈનાચાર્ય,અ. યોગી.પ.પૂ. આ.ભ. શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.ના દિવ્યાશિષ અને ગચ્છાધિપતિ જૈનાચાર્ય પ.પૂ.આ.ભ. કલ્પતરૂ સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી, છેલ્લા 15 વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં,વિવિધ સેવા ક્ષેત્રે, સતત કાર્યરત જૈન સેવા સંસ્થા, “નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર”-ભુજ ના ઉપક્રમે, સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા ના અધ્યક્ષ સ્થાને અને દાતા શ્રી શશીકાંતભાઈ ખીમજીભાઇ મોરબીયા ના મુખ્ય મહેમાન પદે, તા. 30/ 3,રવિવાર ના સવારે 9:00 કલાકે નવાપરા માંડવી માં યોજાનાર કાર્યક્રમ માં પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, જૈન અગ્રણી વાડીલાલભાઈ દોશી, જયેશભાઈ જી. શાહ તેમજ સંસ્થાના ભુજ તથા માંડવીના કાર્યકરો ઉપસ્થિત રહેશે. અને દાતા પરિવાર ના વરદ હસ્તે, મંત્રાધીરાજ નવકાર મહામંત્ર ના સ્મરણ સાથે આ નિઃશુલ્ક “છાસકેન્દ્ર”નું લોકાર્પણ કરાશે.
 
MANDVI : આ નિશુલ્ક છાસકેન્દ્ર સળંગ ત્રણ માસ સુધી ચાલુ રખાશે. જેમાં નાતજાતના ભેદભાવ વિના દરરોજ 550 જેટલા જરૂરત મંદ પરિવારોને પરિવાર દીઠ એક લીટર છાશ વિનામૂલ્યે અપાશે. અને ત્રણ માસમાં 50 હજાર લિટર છાશનું નિઃશુલ્ક વિતરણ કરાશે, તેવું સંસ્થાના પ્રમુખ વી. જી.મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *