AHMEDABAD : અમદાવાદના માણેકચોક વિસ્તારમાં ત્રણ માળની ઇમારત ધારાશાહી થવાથી એક મહિલાએ ઈજાગ્રસ્ત

AHMEDABAD : અમદાવાદના માણેકચોક વિસ્તારમાં ત્રણ માળની ઇમારત ધારાશાહી થવાથી એક મહિલાએ ઈજાગ્રસ્ત

AHMEDABAD FILE PHOTO
AHMEDABAD FILE PHOTO

AHMEDABAD : અમદાવાદના માણેક ચોકની ઘાંચીની પોળમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ, એએમસીની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મકાનના કાટમાળ નીચે દબાયેલી એક મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. હાલ ત્યાં અન્ય કોઈ દટાયું તો નથી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

AHMEDABAD : મળતી માહિતી અનુસાર, શહેરમાં માણેકચોકની ઘાંચીની પોળમાં ત્રણમાળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં 50 વર્ષીય મહિલાને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ મકાન ધરાશાયી દુર્ઘટના થવા પાછળના કારણો હજુ સુધી સામે આવ્યા નથી. નોંધનીય છે કે, આવા ગીચ અને ભરચક વિસ્તારમાં દિવસ દરમિયાન મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બનતા આસપાસના સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઘાંચીની પોળમાં ધરાશાયી મકાન જર્જરિત હતું કે પછી તેની આસપાસ કોઈ કામગીરી કરવામાં આવતી હતી તે અંગે તપાસ કરવામાં આવશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *