
મોરબી મચ્છુ – ૨ ડેમની મુલાકાત લઇ નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા જળસંપતિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મોરબીમાં લીલાપર નજીક આવેલા મચ્છુ – ૨ ડેમની મુલાકાત લઇ ડેમનું નિરીક્ષણ કર્યું હતું. મચ્છુ – ૨ ડેમના પાંચ દરવાજા હાલ જ રિપેર કરવામાં આવ્યા છે ત્યારે મંત્રીશ્રીએ આ દરવાજાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત મચ્છુ – ૨ ડેમ આધારિત મોરબી જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓની પણ મંત્રીશ્રીએ નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો પણ કર્યા હતા.
આ મુલાકાત વેળાએ મંત્રીશ્રી સાથે મોરબી માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ચેમ્બર ઓફ કોમર્સ મોરબીના પ્રમુખશ્રી જયંતીભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ રાજકોટ ઝોન -૩ ના મુખ્ય ઈજનેરશ્રી આર.એમ. મહેરિયા અને મોરબી જિલ્લા પાણી પુરવઠા અધિકારીશ્રી વાય.એમ. વંકાણી સહિત મોરબી જિલ્લા સિંચાઈ વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
