જામનગરનાં નવા મેયર તરીકે બીનાબેન કોઠારીની વરણી

જામનગર : જામનગરમાં ટાઉનહોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવનિયુક્ત મેયર બીના કોઠારી જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલ અને ચૂંટાયેલા તમામ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં પ્રથમ દિવસે એજન્ડા મુજબ સ્ટેન્ડિંગ કમિટીની વરણી કરવામાં આવી હતી. તેમ જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ નિયુક્તિ કરવામાં આવી છે. વિરોધ પક્ષના સભ્યો પણ જનરલ બોર્ડમાં હાજર રહ્યા હતા. વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ પ્રથમ જનરલ બોર્ડમાં જણાવ્યું હતું કે, પક્ષપાત વિના જામનગર શહેરનો વિકાસ કરવામાં આવે તે જરૂરી છે.

નવનિયુક્ત મેયર બીના કોઠારીએ તમામ નગરસેવકોનો આભાર માન્યો હતો અને જામનગર શહેરના વિકાસ કામોમાં વેગ આપવા તમામ લોકો ટીમ વર્ષથી કામ કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *