Chandrayaan 3 : ચંદ્રયાન-3 અંગે મોટી ખુશખબર, ISRO થયું ગદગદીત, IAUએ શિવશક્તિ પોઈન્ટને મંજૂરી આપી

Chandrayaan 3 : ઈસરોએ 23 ઓગસ્ટ-2023ના રોજ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો, ત્યારબાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. તે જ સમયે, જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ કરાયું હતું તેનું નામ શિવ શક્તિ પોઇન્ટ રખાયું હતું. હવે આ અંગે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ શિવ શક્તિ નામને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું છે તે જગ્યા વિશ્વભરમાં શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે.

Chandrayaan 3 : ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન નામને મંજૂરી આપી

ગ્રહોના નામકરણના ગેઝેટિયરના જણાવ્યા મુજબ ‘પ્લેનેટરી સિસ્ટમ નામકરણ માટેના IAUની વર્કિંગ કમિટીએ શિવ શક્તિ નામને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ નામની જાહેરાત વડાપ્રધાન મોદીએ 23 ઓગસ્ટ-2023ના રોજ ચંદ્ર પર સફળ ઉતરાણના ત્રણ દિવસ બાદ બેંગલુરુના ઈસરો સેન્ટરમાં કરી હતી.

Chandrayaan 3 : અગાઉ ચંદ્રયાન-2ની જગ્યાનું નામ તિરંગા

તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-3 જ્યાં લેન્ડિંગ થવાનું છે, તે નામનું નામ શિવ શક્તિ રખાશે. અગાઉ જે જગ્યાએ ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું, તેને તિરંગા નામ અપાયું હતું. આ ઉપરાંત 23 ઓગસ્ટના દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ હતી. 

Chandrayaan 3 : જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે, ત્યાં સુધી ચંદ્ર પર ચંદ્રયાન-3 રહેશે : ISRO

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ અંગે ઈસરોના ચેરમેન એસ.સોમનાથે કહ્યું હતું કે, ભારતનું ચંદ્રયાન-3 મિશન સંપૂર્ણ રીતે (ISRO Chief S Somnath) સફળ રહ્યું છે અને તે મિશન પૂર્ણ થયું છે. જે કામ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને આપવામાં આવ્યું (Pragyan Rover And Vikram Lander) હતું તે કામ સફળતાપૂર્વક કર્યું છે. આ સાથે જ ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે, ત્યાં સુધી ચંદ્ર પર ચંદ્રયાન-3 રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *