RamMandir : રામ મંદિરના ‘ગોલ્ડન ગેટ’ સુંદર કારિગીરી મન મોહી લેશે

RamMandir : રામમંદિરમાં સ્થાપિત થનારાં 14 સુવર્ણ દરવાજાઓમાંનો એક લાગી ગયો છે. ગર્ભગૃહમાં સૌથી પહેલો સોનાનો દરવાજો લગાડવામાં આવ્યો છે.

RamMandir : ભગવાન રામલલાનાં મંદિરની ભવ્યતાનો અંદાજો લગાડવો પણ મુશ્કેલ છે. ગર્ભગૃહનાં દરવાજાની ભવ્યતા જોઈને તમે એટલો તો અંદાજો લગાડી જ શકશો કે આ મંદિરનો દરેક ખૂણો કેટલો અદભૂત હશે. રામમંદિરમાં સ્થાપિત થનારાં 14 સુવર્ણ દરવાજાઓમાંનો એક લાગી ગયો છે. ગર્ભગૃહમાં સૌથી પહેલો આ સોનાનો દરવાજો લગાડવામાં આવ્યો છે. આ દરવાજાઓને બનાવનારા કારીગરો હૈદ્રાબાદનાં અનુકાધા ટિમ્બર ઈંટરનેશનલ કંપનીથી આવ્યાં છે. આ કંપનીનાં માલિક શરદ બાબૂએ મીડિયાને જણાવ્યું કે તેમણે આ કામને ઘણાં ઓછા સમયમાં પૂર્ણ કર્યું છે.

RamMandir : આ દરવાજાઓને નાગર શૈલીમાં બનાવવામાં આવ્યાં છે. મંદિરોનાં દરવાજા બનાવવાનો શરદ બાબૂને ઘણો અનુભવ છે. જેના આધારે જ કારીગરો ટૂંક સમયમાં જીણવટભરી કલાકૃતીઓને આકાર આપ્યો છે. સોનાનાં દરવાજા અંગે શરદ બાબૂએ જણાવ્યું કે રામમંદિરમાં સ્થાપિત થનારા 14 સોનાનાં દરવાજાઓ સોમવારે રામનગરી પહોંચી ગયાં છે. જેને મંદિર પરિસરમાં CCTV કેમેરા અને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યાં છે. આ દરવાજા લગાડવાનું કામ 15 જાન્યુઆરીથી શરૂ થશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં પૂર્ણ કરી દેવામાં આવશે.

RamMandir : 1000 વર્ષ સુધી નહીં થાય ખરાબ
મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલા આ દરવાજાનાં લાકડા મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યાં છે. તેના માટે ખાસ પ્રકારનાં સાગને પણ મંગાવવામાં આવ્યું છે. આ એવા મજબૂત લાકડાથી તૈયાર થયાં છે કે આવનારાં 1000 વર્ષો સુધી તે ખરાબ નહીં થાય.

RamMandir : કન્યાકુમારીથી આવ્યાં છે કારીગર

કંપનીનાં માલિકે જણાવ્યું કે છેલ્લાં 6 મહિનાથી દિવસ-રાત આ દરવાજાઓ બની રહ્યાં છે. લગભગ 60 જેટલા કારીગરો તેના પર કામ કરી રહ્યાં છે. શિફ્ટનાં હિસાબે કારીગરોએ કામ કર્યું છે. તેમણે કહ્યું કે ઓછા સમયમાં આટલું મોટું કામ કરવું એ પડકારરૂપ હતું. પણ ભગવાન રામની વિશેષ કૃપાથી આ કામ સમયસર પૂર્ણ થઈ શક્યું.

One thought on “RamMandir : રામ મંદિરના ‘ગોલ્ડન ગેટ’ સુંદર કારિગીરી મન મોહી લેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *