
માંડવીના પાતાડેશ્વર સાર્વજનિક ટ્રસ્ટની મિલકત પચાવી પાડવાનો મામલો ચકચારી બન્યો હતો. આ મુદ્દે ટ્રસ્ટી સ્વામી દીપ્તાનંદ દ્વારા સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ વિવિધ આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં કાર્યવાહી કરાઈ હતી. પકડાયેલા સાતેય આરોપીઓ પૈકી બે આરોપીએ ભુજની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે કોર્ટે મંજૂર કરતો આદેશ કર્યો હતો.
માંડવીના ચકચારી કેસમાં આરોપી મહેશ ગોવિંદ ત્રિવેદી, અભિષેક મહેશ ત્રિવેદી, શિવજી કરસન છાભડિયા, મિતલ અનિલ શાહ, અમરતબેન કાંતિભાઈ રાબડિયા, નિખિલ ચત્રભુજ ધામાણી અને મલયકુમાર અભયકુમાર શાહ સામે ગુનો દાખલ કરાવાયો હતો.