આપણી નવરાત્રી નું ૧૫માં વર્ષે ભવ્ય આયોજન કરાશે

“આપણી નવરાત્રી” માંડવી ના રમણીય દરિયા કિનારે રાષ્ટ્ર પ્રેમ ની નેમ સાથે નવદુર્ગા ની ઉપાસના કરાતાં ગરબા દેશ વિદેશ માં પ્રખ્યાત થયા છે.

માંડવી : કચ્છનાં ઐતિહાસિક બંદરીયા શહેર માંડવીના રમણીય દરિયાકિનારે આજીત “આપણી નવરાત્રી” યશસ્વી ૧૪ વર્ષ પુર્ણ કરી ચાલુ સાલે ૧૫મા વર્ષમા પ્રવેશ કરી તા.૧૫/૧૦/૨૩ થી ૨૪/૧૦/૨૩ દરમ્યાન નવલા નોરતાની ધૂમ મચાવશે.

વર્ષ ૨૦૦૯ માં માંડવીના દરિયાકિનારે “આપણી નવરાત્રી” ઉજવવાનું વીચારબીજ કચ્છના લોક-લાડીલા સાંસદ સ્વ.શ્રી અનંતભાઈ દવે દ્વારા પ્રેરિત થયું હતું જે આજે ૧૫મા વર્ષે અનેક ક્લાકારોની ક્લાને ઉજાગર કરવા વટવૃક્ષ બનવા જઈ રહયું છે.

સમગ્ર ગુજરાતમાં યોજવામાં આવતી ચીલાચાલુ નવરાત્રીનાં સ્થાને “આપણી નવરાત્રી” એ પોતાના વિશિષ્ટ ‘સાંસ્કૃતિક ૨૨’ ને વિકસાવવાના ધ્યેય સાથે પ્રયાસ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

આપણી નવરાત્રીના મુખ્ય સત્રધારો શ્રી દેવાંગ દવે, શ્રી ભરત વેદ અને શ્રી વસંતબેન સાયલના જણાવ્યા અનુસાર ચાલુ સાલે ૧૫૦૦ જેટલા ક્લાકારો પોતાની ક્લાની વિવિધ રજુઆત આ નવરાત્રીના સ્ટેજ પરથી કરશે, જેમાં ૧૯ જેટલી પ્રાથમિક શાળાઓ, ૧૫ જેટલી માધ્યમિક શાળાઓ, ૫ મહિલા ગ્રુપો, વિવિધ સંસ્થાના ૪ છાત્રાલયો અને ૩૫ જેટલા સમગ્ર કચ્છના ક્લાગ્રુપો પોતાની કૃતિઓ સંગીતના સથવારે વીન્ડફાર્મ બીચ પર રજુ કરશે. ભાગ લેનાર તમામ ગ્રુપોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

કલા, સંસ્કૃતિ અને સામાજિક સમરસતાને ઉજાગર કરતી આ નવરાત્રીમા પાંચ વર્ષની વયના બાળકોથી માંડી ૫ વર્ષથી વધુ વય ધરાવતા વડીલો, સમાજના વંચિત વર્ગના લોકો અને પાંચ જેટલી દિવ્યાંગ બાળકોની સંસ્થાઓના ક્લાકારો નવી-નવી થીમ સાથે પોતાની કૃતિ રજુ કરશે, સાથે-સાથે કોઈપણ પ્રકારની ફી મુક્ત આ આયોજનમાં ચાલુ સાલે તમામ કૃતિઓના પ્રદર્શન બાદ ‘જનરલ રાઉન્ડ નું પણ આયોજન કરવામા આવ્યું છે.

માંડવીના મહેરામણના સાનિધ્યમા દરરોજ રાત્રે બરાબર ૯ વાગ્યે ભારતમાતાની આરતી શરૂ થતી આ નવરાત્રી સૌને વિવિધતામાં એક્તાના દર્શન, મંત્રોચ્ચાર સાથે કુમારીકા પૂજન અને નવદુર્ગાપૂજન થી માંડી ભારતના રાષ્ટ્રગીત ‘જનગણમન’ ના નાદ સાથે પૂર્ણ કરી પ્રાચીન આધ્યાત્મિક નવરાત્રીની પ્રતિતી કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *