
ભારત-ઇંગ્લેન્ડ અંતિમ ટેસ્ટ
બીજા દિવસે ટીમ ઈન્ડિયાને ૮૯ રનની સરસાઈ
ટીમ ઇન્ડિયાએ બનાવ્યા ૭ વિકેટે બનાવ્યા ૨૯૪ રન
રિષભ પંતે ફટકારી સદી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે રમાઈ રહેલ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ પ્રવાસી ઇંગ્લેન્ડ પર ૮૯ રનની સરસાઈ મેળવી લીધી છે. બીજા દિવસના અંતે વિકેટકીપર રિષભ પંતની સદીના સહારે ટીમ ઇન્ડિયાએ ૭ વિકેટે ૨૯૪ રન બનાવી લીધા હતા.
પ્રવાસી ઇંગ્લેન્ડ અને યજમાન ભારત વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે શ્રેણીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે.ઈંગ્લેન્ડના પ્રથમ દાવના ૨૦૫ રન સામે બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ રમતના અંતે ૭ વિકેટે ૨૯૪ રન બનાવી લીધા છે. તેની સાથે જ ઇંગ્લેન્ડ પર ૮૯ રનની સરસાઈ પણ મેળવી લીધી છે.
બીજા દિવસના પ્રારંભે ટીમ ઇન્ડિયાનનો ઘબડકો થયો હતો.સુકાની વિરાટ કોહલી શૂન્ય રને અને અજીન્ક્ય રહાણે ૨૭ રને આઉટ થતાં ટીમ ઇન્ડિયા ખતરામાં આવી ગઈ હતી. જો કે વિકેટ કીપર રિષભ પંતે વોશિંગ્ટન સુંદર સાથે ૧૧૩ રનની ભાગીદારી નોધાવીને સ્થિતિ મજબુત કરી હતી.રિષભ પંત ૧૦૧ રન બનાવી આઉટ થયો હતો. જયારે સુંદર ૬૦ રને રમતમાં હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ચાર મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા ૨-૧ થી અજેય સરસાઈ ધરાવે છે.