KUTCH NEWS : DRIની મુંદ્રા પોર્ટ પર મોટી કાર્યવાહી, 1.4 કિલો કોકેન અંદાજિત સાડા દસ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

Kutch News : કચ્છના મુદ્રા પોર્ટ ખાતેથી વધુ એકવાર ડ્રગ્સ ઝડપાયો; અંદાજે રૂપિયા સાડા દસ કરોડની કિંમતનો 1.4 કિલો કોકેન લાકડાનાં કન્ટેમરમાંથી ઝડપાયો છે

Kutch News :આજે અમદાવાદ બાદ કચ્છમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મુંદ્રા પોર્ટ ખાતેથી વધુ એક વખત સાડા દસ કરોડનું ડ્રગ્સ પકડાયું છે. અત્રે જણાવીએ કે, DRIની કાર્યવાહીમાં મોટો ઘટસ્ફોટ કરાયો છે. ઈકવાડોરથી આયાત કરાયેલા લાકડાનાં જથ્થામાંથી 1.4 કિલો કોકેન મળી આવ્યું છે. જે કન્ટેનરમાં સઘન તપાસના અંતે અંદાજે સાડા દસ કરોડનું કોકેનનું પેકેટ મળી આવ્યું છે.

અંદાજે સાડા દસ કરોડનું કોકેનનું પેકેટ મળી આવ્યું

ખાસ વાત એ છે કે, રૂપિયા સાડા દસ કરોડની કિમતનો ડ્રગ્સ લાકડાની આડમાં આયત કરાયો હતો. જે લાકાડા ભરેલા કન્ટેનરની સઘન તપાસ કરવામાં આવતા જેમાંથી 1.4 કિલો જેટલરં કોકેન DRIને મળી આવ્યું છે. આજે અમદાવાદમાંથી પણ રૂપિયા 37.66 લાખની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો હતો.

અમદાવાદના રામોલમાંથી 37.66 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું

અમદાવાદના રામોલમાંથી 37.66 લાખનું ડ્રગ્સ ઝડપાયો હતો. રામોલ પોલીસ દ્વારા એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના 3 લોકોની ધરપકડ કરી હતી. રામોલ CTM એક્સપ્રેસ હાઈવે પાસે નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન એક કારની તપાસ કરવામાં આવતા કારમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે બાદ કારમાં સવાર એક મહિલા અને બે શખ્સોની કડક પૂછપરછ કરતા તેઓ મુંબઈથી MD ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા હોવાનું કબૂલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *